ડભોઇ તાલુકાના કરનાળી ગામ ખાતે મા રેવા આશ્રમ અને શ્રી છત્રી મહીયડ ઔદિચ્ય ટોળક મંડળના સંયુક્ત ઉપક્રમે ૧૪ મો સમૂહ યજ્ઞોપવિત (જનોઈ) કાર્યક્રમ માં રેવા આશ્રમ, ક્ષેત્ર કરનાળી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૫ બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઈ ધારણ કરી હતી. આ પ્રસંગે ગુજરાત બ્રહ્મ સમાજ ના પ્રમુખ શૈલેષભાઈ મહેતા ડભોઇ ધારાસભ્ય તેમજ પૂજ્ય શ્રી નયનભાઈ જોષી, પરમહીત ધામ આધ્યાત્મિક સંકુલધામ, નવા માંડવા, ચાણોદ, માં રેવા આશ્રમ ના સ્થાપક રજની ભાઈ પંડ્યા તેમજ સહ સ્થાપક યોગેશ ભાઈ પંડ્યા અને પૂજય ભુવાજી હરેશભાઇ, માઁ રેવા આશ્રમ ના પરેશભાઈ પંડ્યા, અતુલભાઇ પંડ્યા, ભરત ભાઈ પટેલ, જય સિકોતર ચેહર મેલડી ઝોપડી, મહોણી ધામ ઢોલાર ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા હતા.
અને એ દ્વારા જણાવવાનું કે કુળદેવી તથા કુબેરદાદાની અસીમ કૃપાથી માઁ રેવા આશ્રમ, કરનાળી તથા શ્રી છત્રી મહીયડ ઔદિચ્ય ટોળક સેવા મંડળ ના સહયોગથી રજનીભાઈ પંડ્યા”માઁ રેવા આશ્રમ, કરનાળી” મુકામે ૧૪મો – સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર મહોત્સવ – ૨૦૨૫ સુંદર રીતે યોજવામાં આવ્યો હતો.
અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ









