નીલગાય મળી આવેલ જેને સારવાર માટે લાવેલ તે પૂર્વેજ તેનું મોત નીપજ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ તાલુકાના કનાયડા ગામડી સીમમાંથી ઈજાગ્રસ્ત

ડભોઈ તાલુકાના કનાયડા ગામે ઈજાગ્રસ્ત નીલગાયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.નીલ ગાયનો પાછળનો ડાબો પગ તૂટી ગયો હોય ઊભું થવાતું ન હતું.ડભોઈ તાલુકાનાં કનાયાડા ગામની સીમમાં સ્મશાન પાસે એક નીલ ગાય ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળતા ડભોઈ વન વિભાગ અને ફાઉન્ડેશન નાં યુવકોને મળતા તેઓએ સ્થળ ઉપર જઈ નીલ ગાયનું રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે સારવાર માટે લાવ્યા હતા. પણ સારવાર દરમિયાન જ નીલ ગાયનું મૃત્યુ નીપજ્યું હતું.

ડભોઇ તાલુકાના કનાયડા ગામડી ગામની સીમમાં આવેલ સ્મશાન નજીક ઝાડીઓમાં ઈજાગ્રસ્ત નીલ ગાય જેને પાછળનો ડાબો પગ તૂટી ગયો હતો. જે અંગેની માહિતી મળતા ડભોઈ વન વિભાગનાં ફોરેસ્ટર હંસાબેન રાઠવા, રાજેશ્વરીબેન માલીવાલ, જીતેન્દ્ર બારોટ તેમજ સહિતનાં યુવકો દ્વારા નીલ ગાયનું અડધો કલાકની ભારે જહેમતે રેસ્કયું કરાયું હતું. જે બાદ ઇજાગ્રસ્ત નીલ ગાયને વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવી હતી. જ્યાં સારવાર મળે તે પૂર્વેજ નીલ ગાયનું મોત નિપજ્યું હતું. વન વિભાગ દ્વારા નીલ ગાયની અંતિમક્રિયા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે વન્ય પ્રાણીઓ શહેર નજીક રહેણાંક વિસ્તારમાં આવી જવાના બનાવ બનતા આવ્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહેલ છે.

ડભોઇ તાલુકાના કનાયડા ગામડી સીમમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં નીલગાય મળી આવી હતી. જે તસવીરમાં નજરે પડે છે. 

તસવીર :બાલકૃષ્ણ શાહ –ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!