ડભોઇ ગામડી નજીક આવેલ રેલવે બ્રિજ પર ટ્રેનની અડફેટે દીપડી નું મોત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ તાલુકાના ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પર દિપડીના મોતની ઘટના બની હતી. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ટ્રેનની અડફેટે દીપડી નુ મો થયું હતું. રેલવે વિભાગે તરત જ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે મૃત દીપડી નો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી હતી. મૃત્યુ પામેલ દીપડી ની 3.5 વર્ષની ઉંમર હોવાનું જાણવા મળેલ છે. દીપડી ના પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

ડભોઇ તાલુકાના કરનાળી ગામડી વચ્ચે ઓરસંગ નદી પરથી પસાર થતાં રેલવે બ્રિજ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી રેલવે ટ્રેન ની અડફેટે દીપડી આવી જતા જેનું મોત થયું હતું. આ વાતની રેલ્વે વિભાગને જાણ થતા તાત્કાલિક તેવો દ્વારા વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ દ્વારા તેનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખાતે દીપડી ના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગ દ્વારા તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે આ વિસ્તારના લોકો માંથી મળતી માહિતી મુજબ વન વિભાગની બેદરકારીના કારણે આ બીજો બનાવ બન્યો હતો. અગાઉ પણ ગામજનોએ પાંજરા મૂકવા માટેની વાત કરી હતી. પણ વન વિભાગની બેદરકારીના કારણે બીજા દીપડાનું મોત થયું છે હજુ પણ ગામમાં કેટલાક દીપડા જોવા મળ્યા છે. વન વિભાગના અધિકારીઓ ધોર નિંદ્રામાંથી જાગે અને પાંજરા મુકવામાં આવે એવી ગ્રામજનોની માગ ઉઠવા પામી છે. જેથી મૂંગા પશુઓનું અકસ્માતે મોત ના થાય અને તેનો બચાવ થાય તેમ છે.

વન વિભાગ દ્વારા દીપડીના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા

અહેવાલ:- બાલકૃષ્ણ શાહ ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!