વર્ષ 1981 ના વર્ષ મા લુંટાળુ ગેંગ બનાવી નેશનલ હાઇવે નંબર-08 આલમગીર પાસે આવેલ પેટ્રોલપંપ,ગુજરાત ઓટો સર્વીસ અને પાંડે હોટલ પર મધ્યરાત્રી ના પથ્થર મારો કરી કર્મચારી ને ડંડાથી મારમારી રુપિયા-12952 ની લુંટ ચલાવી હતી.જે બાદ મા લુંટની ફરીયાદ ની તપાસ મા જે તે સમયે 08 આરોપીઓ ઝડપાઇ ગયા હતા.જ્યારે છ આરોપીઓ ભાગતા ફરતા હતા.ત્યારે વરણામા પોલીસે મહારાસ્ટ્ર ના નંદુરબાર જીલ્લા ની પોલીસ ના સમર્થન થી તેમાના બે ને ઝડપી પાડ્યા છે.જ્યારે ત્રણ નુ મરણ થઈ ગયેલ હોવાનુ ફલિત થયુ હતુ.
રાજ્ય ના ગૃહ મંત્રાલય ધ્વારા જે તે વિસ્તારમા રહેતા અજાણ્યા ઇષમો નો ગુનાહીત ઇતિહાસ ચકાસી ગુનેહ્ગારો ને જે તે વિસ્તાર ની પોલીસ ને સુપ્રત કરવાનો સ્પષ્ટ આદેશ આપેલ છે.જેના ભાગરુપે વરણામા પી.આઇ.એસ.જે.વાઘેલા સહીત પોલીસ ટીમ ને વર્ષ-1981 મા આલમગીર પાસે થયેલ પેટ્રોલ પંપ લુંટ ના ગુંહા મા નાસતા ફરતા આરોપીઓ નંદુરબાદ (મહારાસ્ટ્ર) ખાતે રહેતા હોવાની ચોક્કસ માહીતી મળેલ હતી.આધારભુત સુત્રો ના જણાવ્યા મુજબ નંદુરબાર પોલીસ ની મદ્દ્દ થી હાલ મા બે હયાત આરોપીઓ તો ઝડપાઇ ગયા હતા.પરંતુ 44 વર્ષ જુનો કેસ હોવાથી કેસ પેપર ના મળતાસપ્તાહ અગાઉ લાવેલ આરોપીઓ ને છોડી મુકાયા હતા.જે બાદ મા પણ તેઓ નંદુરબાર પોલીસ ની વોચ હેઠળ જ રહેતા હતા.સદનસીબે વરણામા પોલીસ ને ગુંહા ના કેસ પેપર ઉપલ્બ્ધ થતા આરોપીઓ ને ફરી નંદુરબાર પોલીસની મદ્દ્દ થી તેડી લાવ્યા હતા.જેઓના નામઠામ પુછતા મગન ઉર્ફે મંગુ બારક્યા વસાવે(ભીલ) ઉ.વ.65 તેમજ જાલમસિંગ ઉર્ફે જેલમા સેલા વસાવે (ભીલ) ઉ.વ.74 રહે.કોટલીખુર્દ, તા.જી.નંદુરબાર હોવાનુ જણાવ્યુ હતુ.અને તેઓના સાથી તુકારામ સુકા કોકણી, કરણસિહ માકડ્યા અને અંબુ બાવળીયા ગાવીતના ઓ મરણ થયેલ હોવાનુ ફલિત થયુ હતુ. જેથી વરણામા પોલીસે જીવિત આરોપીઓ ને વરણામા લાવી જરુરી કાર્યવાહી બાદ જેલ હવાલે કરાયા હતા.
અહેવાલ:- બાલકૃષ્ણ શાહ ડભોઇ









