ભરૂચ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ અંગે SIR હેઠળની કામગીરી ચાલી રહી છે. જિલ્લામાં કુલ ૧૩,૧૦,૬૦૦ મતદારો નોંધાયેલા છે. સમગ્ર જિલ્લામાં દરેક બુથ દીઠ એક એમ કુલ ૧૩૪૨ બુથ લેવલ ઓફિસર (BLO) અને રાજકીય પક્ષ દ્વારા કુલ ૨૬૪૦ BLA ની નિમણૂંક કરી દેવામાં આવી છે. BLO દ્વારા દરેક મતદારના ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ ભરવાની તથા માહિતી ચકાસણી કાર્યવાહી હાલ પ્રગતિમાં છે. BLO APP મારફતે ડિજિટાઈઝેશન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. અગાઉ તા ૪ ડિસેમ્બર સુધી કામગીરીનો સમયગાળો નક્કી કરાયો હતો હવે તેમાં એક સપ્તાહનો સમય વધારી ૧૧ ડિસેમ્બર સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. આમ, ૧૧ ડીસેમ્બરે મતદારોએ પોતાનું એન્યુમરેશન ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ છે. જેથી મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા જાળવવા જરૂરી સહકાર આપી ચાલતી કામગીરીમાં દરેક નાગરિકોએ જો આજ-દિન સુધી ફોર્મ જમા ન કરાવ્યાં હોય તો BLOનો સંપર્ક કરી ફોર્મ જમાં કરાવવા ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે.ભરૂચ જિલ્લામાં પાંચ વિધાનસભા મત વિસ્તર મુજબ એન્યુમરેશન ફોર્મ પરત મેળવવાની કામગીરી અંતર્ગત નોંધાયેલા કુલ ૧૩,૧૦,૬૦૦ મતદારો પૈકી ૧૩,૦૮,૦૭૭ એટલે કે ૯૯.૮૧ ટકા મતદારોના એન્યુમરેશન ફોર્મ ડિજિટાઈઝેશનની કામગૌરી આજદિન સુધી પૂર્ણ કરવામાં આવી છે. ૧૩,૦૮,૦૭૭ ૯૯.૮૧ ટકા મતદારો પૈકી અંદાજીત ૧૦,૯૨,૩૫૯ ૮૩.૩૫ ટકા મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી અપલોડ કરવામાં આવેલ છે. વધુમાં અંદાજીત ૨,૧૫,૭૧૮ મતદારો એટલે ૧૬.૪૬ ટકા મતદારો એવા છે કે જેઓના રહેઠાણ ખાતે બી.એલ.ઓ દ્વારા ત્રણ થી વધુ વખત મુલાકાતો લઈ Uncollectable ફોર્મ એટલે કે જે ફોર્મ મૃત્યુ, સ્થળાંતર, ગેરહાજરી અન્ ય સ્થળ પર નોંધણી જેવા કારણોસર પરત આવવાની શક્યતા નહીવત છે તેની યાદી બનાવી છે. આવા અંદાજે ૨,૧૫,૭૧૮ મતદારોને પોતાની એપમાં Uncollectable તરીકે માર્ક કરી ફોર્મ અપલોડ કરેલ છે. જે પૈકી મૃત્યુ પામેલા મતદારોની સંખ્યા અંદાજે ૭૦૧૪૭ છે, મળી ન આવતા હોય તેવા ગેરહાજર મતદારોની સંખ્યા અંદાજીત ૨૮૨૧૨ છે, કાયમી સ્થળાંતર થયેલા મતદારોની સંખ્યા અંદાજીત ૯૯૮૭૯ છે, અને બીજી જગ્યાએ નામ ચાલુ હોય તેવા તથા અન્ ય કારણોસર મળી ન આવતા મતદારોની સંખ્યા અંદાજીત ૧૭૪૮૦ છે. આવા અંદાજે ૨,૧૫,૭૧૮ મતદારોના નામ સીધા જ ભરૂચ જિલ્લાની મતદાર યાદીમાંથી કમી થઈ જશે.જિલ્લામાં ૧૦,૯૨,૩૫૯ એટલે કે ૮૩.૩૫ ટકા મતદારો પૈકી No mapping એટલે કે, જે મતદારો દ્વારા ગણતરી ફોર્મમાં ૨૦૦૨ ની મતદારયાદીની વિગતમાં તેઓના માતાપિતા કે-દાદાદાદીનું નામ મળેલ નથી અને અધુરી વિગત સાથે ફોર્મ જમા કરાવેલ છે -તેવા મતદારોની સંખ્યા અંદાજે ૧,૫૭,૮૫૭(૧૨.૦૪%) છે. આ એવા મતદારો છે કે જેઓના નામ ડ્રાફ્ટયાદી (મુસદ્દા મતદારયાદી)માં તો સમાવેશ કરવામાં આવશે પણ તેઓને સબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટીસ ઈશ્યુ કરી યોગ્ય સુનાવણી રાખી જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ આખરી મતદારયાદીમાં સમાવેશ કરવો કે કેમ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. જિલ્લાના દરેક માન્ય રાજકીય પક્ષો સાથે વિવિધ મીટીંગનું આયોજન કરી મતદોરોની યાદી આપવામાં આવેલ છે. તેમજ દરેક રાજકીય પક્ષના BLA ની BLO સાથે મીટીંગ કરાવી ઉપરોક્ત તમામ મતદારોની બુથ વાઈઝ યાદી પણ આપવામાં આવેલ છે.મતદારયાદીમાં નામ ચાલુ રાખવા મતગણતરી ફોર્મ સમયસર જમા કરાવવું ફરજીયાત છે,જેથી દેશના જાગૃત નાગરીક તરીકે આપના મતાધિકારને સુરક્ષિત રાખવા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત -તા. ૧૧ ડિસેમ્બર મતગણતરી ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ હોય જો આપે આજદિન સુધી -Enumeration Form જમા કરાવેલ ન હોય તો આજે જ તાત્કાલીક આપના નજીકની વહીવટી કચેરી ખાતે જઈ આપનું ફોર્મ જમા કરાવવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.મતદારોની સુવિધા માટે જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. જેમાં મતદારો પોતાની વિગતો અંગે પોતાના બુથ લેવલ ઓફિસર (BLO) નો સીધો સંપર્ક કરી શકે છે. જે મતદારોને ૨૦૦૨ ની મતદારયાદીમાંથી નામ શોધવામાં અગવડતા પડતી હોય તેઓને નીચે મુજબની વેબસાઈટ પરથી નામ શોધી મતગણતરી ફોર્મ ભરી પરત કરવા અપીલ કરાઈ છે.ઉલ્લેખનીય છે કે કોઈપણ પ્રશ્ન માટે ટોલ ફ્રી મતદાર હેલ્પલાઇન નંબર-1950 પર કોલ કરીને માહિતી મેળવી શકે છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









