ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા જિલ્લાના રોજગારઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસ્તુત ભરતીમેળામાં ૬ જેટલા નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. જેમાં ૭૮ જેટલા ઉમેદવારો હાજરી આપી હતી.

જેમાંથી ૩૭ જેટલા ઉમેદવારોની નોકારીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ભરતીમેળઆમાં ટેલી કોલર, ટ્રેનર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, ઇન્સ્યોરન્સ એડવાઇઝર વગેરેની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ૧૦ પાસ/૧૨ પાસ/ગ્રેજ્યુએટ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન કરાયું હતું.

અત્રે ઉલ્લેખનિય છે, કે ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી જોબસીકર તરીકે નોંધણી કરવાની થાય છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચનો સંપર્ક કરવો.

સદ્દામ બી. ભટ્ટી ભરૂચ ,









