વાગરા ખાતે આયુર્વેદ તથા હોમિયોપેથીક સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા નગર ની કુમાર શાળા ખાતે હોમીઓપેથીક તથા આયુર્વેદિક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજવામ આવ્યો હતો. નિયામક આયુષ ની કચેરી ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો. આમ્રપાલી ડી પટેલ ના માર્ગદર્શન મુજબ કુમારશાળા વાગરા મુકામે આયુર્વેદ તથા હોમિયોપેથીક સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વાગરા પંથકના ના લોકો એ કેમ્પનો લાભ લીધો હતો.આ તબકકે આયુર્વેદિક ઔષધીય રોપાનું વિતરણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.વધુમાં વાગરા તાલુકાના યોગ ઇન્સ્ટ્રકટર દ્વારા યોગ વિશે માહિતી આપી યોગાસન તથા પ્રાણાયામનું આયોજન કરવામાં આવ્યું હતું.

સદ્દામ બી. ભટ્ટી 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!