ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા. ૨૩/૦૩/૨૦૨૫ના રોજ ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં જુદા-જુદા પરીક્ષા કેન્દ્રો ખાતે એક્ઝામ યોજાનાર છે. પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થી ને પરીક્ષા આપવામાં અડચણ કે ખલેલ ન થાય અને પરીક્ષાર્થી ઓ અસામાજિક તત્વોના ત્રાસ, ભય વિના શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તે માટે તેમજ સુલેહ શાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો થતો અટકાવી શકાય તે હેતુસર તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી ઓ તેમજ નિયુક્ત અધિકૃત વ્યકિતઓ સિવાય ની કોઈપણ વ્યકિત કે વ્યકિતઓ નાં સમૂહનાં પ્રવેશ ઉપર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ મુજબ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે અને પરીક્ષા દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં આવેલ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

વધુમાં ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) આર (૩) મુજબ તા:૨૩/૦૩/૨૦૨૫ના રોજ સવારના ૮ કલાકથી રાત્રિના ૮ કલાક સુધી મનસ્વી રીતે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે. સીસ્ટમ બેફામ રીતે મોટા અવાજે વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
—સૈયદ અમજદ(બાપુ)









