આમોદ: નાહીયેર નજીક ભયંકર અકસ્માત, લકઝરી બસની ટકકરે રિક્ષામાં સવાર એકનું મોત, અન્ય ઇજાગ્રસ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આજરોજ અમોદના નાહીયેર નજીક એક અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એક ખાનગી લકઝરી બસ અને રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં રીક્ષામાં સવાર મુસાફરો પૈકી એકનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હતા. બનાવની જાણ થતાંજ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નાહીયેર પેટ્રોલ પંપ નજીક આજે સવારે 9 વાગ્યાના અરસામાં એક ભયંકર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં એક ખાનગી લકઝરી બસ અને રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો, કે રિક્ષાનો કચ્ચરધાર વળી ગયો હતો. અકસ્માતમાં રીક્ષા ચાલકનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા હતા. તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં મરણજનાર ઇસમ એહમદ બામિયાં રહે.આછોદ હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ ખાનગી લકઝરી બસ પણ પલ્ટી ખાઈ હતી. લકઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી હતી. અકસ્માતને પગલે બનાવ વાળી જગ્યાએ લોકટોળા એકત્ર થઈ ગયા હતા.

પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે, કે ગતરોજ પણ રાત્રીના સમયે આછોદ નજીક ઇકો અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર યુવક મોતને ભેટ્યો હતો.

સદ્દામ બી. ભટ્ટી આમોદ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!