ડભોઇ તાલુકા દક્ષિણ પ્રયાગતીર્થ યાત્રાધામ ચાંદોદ ખાતે
ડભોઇ તાલુકા નું યાત્રા ધામ ચાંદોદ જે નર્મદા નદીના કિનારે આવેલ છે. ચાંદોદના નદી કાંઠે આવેલા મલ્હા રાવ ઘાટ પાસે મહા સુદ સાતમ ના રોજ નર્મદા જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. જેને નર્મદા પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજરોજ શાનદાર રીતે ભક્તિભાવથી ભારે ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડભોઇના ચાંદોદ ખાતે આજે નર્મદાજીના પ્રાગટ્ય ઉત્સવ એટલે કે નર્મદાજી ના અવતરણનો દિવસ હોવાથી નર્મદામાં સ્નાન દ્વારા નર્મદા કિનારે દાન વ્રત તપ યજ્ઞાદિ સત્કર્મોનું અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. ડભોઇ તાલુકામાંથી તેમજ ગુજરાતભરમાંથી આજે આ પુણ્ય દિવસનો લાવો લેવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આજે આખો વિસ્તાર માનવ મહેરામણ થી ભરચક જણાતો હતો.
ચાંદોદ કરનાળી ખાતે જે ત્રિવેણી સંગમ થાય છે. તેઓ બીજે ક્યાંય જોવા મળતો નથી. જેમાં નર્મદાજી ઓરસંગ અને સરસ્વતીનો સંગમ થતો હોય છે. આ ત્રિવેણી સ્થળને દક્ષિણ પ્રયાગ તીર્થ ગણાય છે.જેથી ભારે ઉત્સાહ પૂર્વક બ્રહ્મ સમાજ નાવિક સમાજ માળી સમાજ તેમજ સંખ્યાબંધ શ્રદ્ધાળુઓએ આ ધાર્મિક ઉત્સવ ને ઉત્સાહ અને આનંદ સાથે મનાવ્યો હતો. આજે નર્મદાજીના ચરણોમાં દૂધ સાડી ફુલો વગેરે પધરાવી પૂજા અર્ચના કરી હતી. આ યાત્રાધામ ચાંદોદ ખાતે સંખ્યાબંધ દેવ દેવાલયો આવેલા છે આ ઉપરાંત કરનાળી ખાતે કુબેર દાદા નુ મંદિર આવેલ છે. આ પવિત્ર સ્થળ શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક મહત્વ ખૂબ જ ધરાવે છે. તેથી અહીંયા લોકો માનતા પણ રાખતા હોય છે. આજે નર્મદા જયંતિ જન્મદિન હોય આજના દિવસનું ધાર્મિક મહત્વ ઘણું છે. આજે કરેલ પુણ્ય એ મહત્વનું પુન દાન ગણાય છે. ગુજરાત ભરમાંથી લોકો આ નર્મદા જયંતી પ્રસંગે નર્મદાજીના દર્શન કરવા તેમજ મહાઆરતીનો અમૂલ્ય લ્હાવો લેવા માટે ઉમટી પડ્યા હતા. ચાંદોદ ગામના સરપંચ તેમજ ઉપસરપંચે આ પ્રસંગે સુંદર વ્યવસ્થા યાત્રિકો માટે કરી હતી. આમ આજરોજ નર્મદા જયંતિની ભારે હર્ષોલ્લાસ સાથે ભવ્ય રીતે ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી નર્મદા મંદિરે સવારથીજ ભક્તજનો આવતા હતા. બપોરના નર્મદા પ્રાગટ્ય સમયે શાહી સ્નાન યોજાયું હતું. જ્યારે સાંજે નર્મદાજીમાં દીપ પ્રગટાવીને મૂકવામાં આવ્યા હતા. જેનું દ્રશ્ય અલ્હાદક જણાઈ આવતું હતું. આમ દિવસભર નર્મદા જયંતી પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણી પ્રસંગે ગામે ગામથી શ્રદ્ધાળુઓ ઉમટી પડતા મલ્હારાવ ઘાટ ચિક્કાર જણાઈ આવતો હતો.

યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા જયંતિની ધાર્મિક વાતા વરણમાં ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે નર્મદાજીમાં શ્રદ્ધાળુઓ દૂધ ચડાવી પૂજા અર્ચના કરી સાડી અર્પણ કરતા તસવીરમાં નજરે પડે છે.
તસવીર:- બાલકૃષ્ણ શાહ –ડભોઇ









