અનીશાબેન.આઈ.મન્સૂરી વડોદરા, હાલ વડોદરા ને ડેપ્યુટી લીગલ એડવાઈઝર, મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટીસ, ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ એફર્સ ન્યુ દિલ્હી દ્વારા 27 જાન્યુઆરી 2025 થી નોટરી અધિનિયમ 1952 (53 OF 1952) ને આધીન નોટરીના રૂપમાં નિયુક્ત કરવામાં આવેલા છે. અને નોટરીના રૂપમાં વડોદરા માં વ્યવસાય કરવા માટે પાંચ વર્ષની મુદત માટે પ્રાધિકૃત કરવામાં આવેલા છે.

અનીશાબેન.આઈ.મનસુરી વકીલાત ક્ષેત્રે પણ આગવું નામ બનાવી ચૂક્યા છે અને મહીલા ઉત્કર્ષ માટે હંમેશા જાગૃત રહ્યા છે. મન્સૂરી સમાજ તથા ખંભાત અને વડોદરા ના સમાજ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સામાન્ય જનતામાં મહિલા નોટરી તરીકે તેઓની કેન્દ્ર સરકાર દ્વારા નિમણુંક થતાં આનંદની લાગણી વ્યાપેલ છે.
અહેવાલ:- બાલકૃષ્ણ શાહ ડભોઇ









