આણંદ ખાતે “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત પંચાયતી રાજના પદાધિકારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આણંદ ખાતે “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત પંચાયતી રાજના પદાધિકારીઓ માટે તાલીમ શિબિર યોજાઈ હતી.રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા,ગાંધીનગર દ્વારા આણંદ જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પંચાયતી રાજના પદાધિકારીઓ માટે આણંદ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં તાલીમ શિબિર યોજાઈ હતી.આ તબક્કે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ગામડાઓમા, શૈક્ષણિક સંસ્થાઓ,આંગણવાડીઓ અને સરકારી કચેરીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે.

તેમણે સરકારની સ્વચ્છતાલક્ષી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર થાય અને દરેક નાગરિક સુધી આ યોજનાઓ પહોંચે તે માટે કટિબદ્ધ બનવા પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો.તાલીમ શિબિરમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ વિવિધ ગામોના સરપંચોને સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ-૨ની રૂપરેખા, ઓ.ડી.એફ. પ્લસ અને ‘નિર્મળ ગુજરાત ૨.૦’ એવોર્ડની જોગવાઈઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ગાંધીનગરથી આવેલ તાલીમકારો અમિતાબેન શાહ અને બાબુભાઇ દેસાઇ દ્વારા સુવ્યવસ્થિત અને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન,ખંભાત,સોજીત્રા અને આણંદ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની જરૂરી માહિતીસભર તાલીમ મેળવી હતી.

સૈયદ અમજદ (બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!