જંબુસરના આસરસા ગામે બોટ પલટી ખાતા મોતને ભેટેલ સખ્શના પરિવારજનો ને ધારાસભ્ય ડી કે સ્વામી ના હસ્તે સહાય નો ચેક અર્પણ કરાયો હતો.મૃતક રોહિતના પરિવારને ૨૨ લાખ ૧૧ હજાર નો ચેક અર્પણ કરવામા આવ્યો હતો.દરીયાની ભરતીમાં શનિવારે એક બોટ પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં એક વ્યક્તિ નુ મોત નીપજ્યું હતું અન્ય એક લાપતા થયા હતા.લાપતા યુવાનના પરિવાર ને પણ ૧૧ લાખની સહાય 30 દિવસમાં ચૂકવવામાં આવશે ની જાહેરાત કરવામાં આવી હતી.આ તબક્કે ગામજનો એ ધારાસભ્ય સહીત તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે માજી ધારાસભ્ય કિરણ મકવાણા. જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ કુલદીપસિંહ યાદવ,બાલુભાઈ નાડા,બીજલભાઈ ભરવાડ,માજી સરપંચ રતિલાલભાઈ સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.
ડિજિટલ યુગ ન્યૂઝ જંબુસર
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









