વિલાયત – સાયખા ની કંપની ના કર્મચારીઓ અને ગ્રામ્ય વિસ્તારના લોકો દેરોલ થી વિલાયત ના અતિ બિસ્માર માર્ગ થી ત્રાહિમામ 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વિલાયત – સાયખા ની કંપની ના કર્મચારીઓ અને ગ્રામ્ય વિસ્તારના લોકો દેરોલ થી વિલાયત સુધીના અતિ બિસ્માર માર્ગ થી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ખસ્તાહાલ માર્ગ પ્રત્યે બેજવાબદાર કોન્ટ્રાકટર વિરુદ્ધ લોકો માં આક્રોશ ફાટી નીકળ્યો છે.ભરૂચ જિલ્લાના વિલાયત અને સાયખા GIDC માં આવેલા અનેક નાના મોટા ઉદ્યોગો માં કામ કરતા કર્મચારીઓ તેમજ સમાન્યજનો દેરોલ થી વિલાયત સુધી ના સ્ટેટ હાઈવે ના ચાર કિલોમીટર રોડની દયનીય હાલત થી છેલ્લા છ મહિના થી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ઉક્ત રોડ ઝડપથી નવો બને તેવી આશાઓ નહીંવત દેખાતા હવે આંદોલન નો માર્ગ અપનાવે તેવી શક્યતાઓ દ્રઢ બનવા પામી છે.

રોડના નવીનીકરણ માટે નો કોન્ટ્રાક્ટ શાંતિલાલ પટેલ નામની વડોદરા ની કંપનીને આઠ મહિના અગાઉ સરકારે આપી દીધો હતો.તેમ છતાંય અવનવા બહાનાઓ આગળ ધરી ને ચાર કિલોમીટર ના રોડ નું નિર્માણ કે તેનું સમારકામ નહીં કરાતા સાયખા-વિલાયત ના ઉદ્યોગો માં કામ કરતા કર્મચારીઓ, વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરો તેમજ તાલુકા મથક વાગરા અને આસપાસ ના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકો તૌબા પોકારી ઉઠયા છે.ઉક્ત ચાર કી.મી ના માર્ગ પરથી પસાર થવામાં અડધા થી પોણા કલાકનો સમય વ્યતીત થાય છે, બેથી ત્રણ ફૂટ ઊંડા ખાડાઓ ને કારણે સમય નો વેડફાટ તો થાય જ છે સાથે તમામ પ્રકાર ના વાહનો અને તેમાં ભરેલ મટીરીયલ ને ભારે નુકશાન થાય છે. ઉદ્યોગોને જરૂરી કાચા પાકા માલ ના વહન માટે ટ્રાન્સપોર્ટરો નન્નો ભણી દે છે. દર રોજ સદર માર્ગ પરથી અંદાજીત ૩૦૦૦ જેટલા વાહનો ની અવર જવર રહે છે. જ્યારે રોજ ના આશરે દશ હજાર જેટલા કર્મચારીઓ ની અવર-જવર થઇ રહી છે. રસ્તા ની કંગાળ હાલત ને કારણે કર્મચારીઓ સમયસર નોકરી પર પહોંચી શકતા નથી અને એવી જ રીતે પરત ઘરે પણ સમયસર પહોંચી શકતા નથી.આ બાબતે ઉદ્યોગ મંડળો દ્વારા અનેક વાર કોન્ટ્રાક્ટર તેમજ માર્ગ અને મકાન વિભાગ ને રજૂઆતો કરવામાં આવી છે.છતાંય પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે.માર્ગ ની બિસમાર હાલત ને પરિણામે ઔદ્યોગિક વિકાસ પર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારત દેશ ઉપરાંત સ્વીડન, મલેશિયા, જાપાન જેવા દેશો માં થી આવતા ઉધોગ ક્ષેત્ર ના અધિકારીઓ પણ આ મહત્વ ના માર્ગ અંગે ની ઉદાસીનતા થી આશ્ચર્યચકિત થઈ રહયા છે. ગુજરાત રાજ્ય ની છબી ને ખરડતા આવા બેજવાબદાર કોન્ટ્રાક્ટરો સામે પગલા લેવામાં માર્ગ અને મકાન વિભાગ પણ આંખ આડા કાન કરીને ગુજરાત ની છાપ ને બગાડવામાં આડકતરી રીતે મદદરૂપ બની રહ્યા હોવાની સ્પષ્ટ છાપ ઊભી થઇ છે.ઉપરોક્ત પરિસ્થિત ને ધ્યાને લેતા નજીક ના સમયમાં અહીં ના ઉદ્યોગ જગત ના સેંકડો કર્મચારીઓ અને આસપાસ ના ગામના લોકો રસ્તા ઉપર ઉતરી આવી વ્યાપક આંદોલન કરશે તેવા એંધાણ વર્તાઈ રહયા છે.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!