વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે બગાવત ના એંધાણ :: પ્રમુખ નહિ બદલાય તો ૪૦ કાર્યકર્તાઓ સાગમટે રાજીનામા ધરશેની ચીમકી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સામે બગાવત ના એંધાણ વર્તાઈ રહ્યા છે.પક્ષના જ અનેક કાર્યકરોએ વર્તમાન પ્રમુખ ની કાર્યશેલી સામે નારાજગી વ્યક્ત કરી પ્રમુખ ને હટાવવા ની માંગણી કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.પ્રમુખ નહિ બદલાય તો ૪૦ જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષમાં થી રાજીનામુ આપશેની ચીમકીથી રાજકીય ક્ષેત્રે ઘમાસાણ તેજ બની જવા પામ્યો છે.આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે વાગરા તાલુકા કોંગ્રેસમાં આંતરિક ડખો સપાટી પર આવ્યો છે.

વાગરા તાલુકા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ આસિફ પટેલ સામે પક્ષના જ કેટલાક કાર્યકર્તાઓ મેદાને પડયાછે. કોંગી આગેવાન ઝાબિર પટેલની આગેવાનીમા વાગરા તાલુકાના ૪૦ જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભરૂચ સ્થિત જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સમક્ષ વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ને બદલવા ઉગ્ર રજૂઆત કરી હતી. જો વાગરાના પ્રમુખને બદલવામાં નહીં આવે તો તમામ હોદ્દેદારો પોતાના પદ પરથી રાજીનામું આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવતા કોંગ્રેસ પક્ષમા ઉથલ-પાથલ થવાની શંકા દ્રઢ બનવા પામી છે.કાર્યકર્તાઓની રજૂઆત મુજબ વાગરાના વર્તમાન પ્રમુખ આસિફ પટેલ કાર્યકરો તેમજ દોદ્દેદારો ને વિશ્વાસ માં લઇ ને ચાલતા નથી. પોતે જ મનસ્વી રીતે નિર્ણયો લઈ ને આપખુદશાહી ચલાવી રહ્યા છે.

પક્ષના કાર્યકરો ની પ્રમુખ પ્રત્યે નારાજગી અને અવિશ્વાસ આગામી ચૂંટણીઓમાં પક્ષને નુકસાન પહોંચાડી શકે તેમ છે. જો આ વિખવાદ વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો તેના ગંભીર પરિણામો કોંગ્રેસ પાર્ટીએ ભોગવવા પડશે.ઉલ્લેખનીય છે કે રજૂઆત કરવા પહોંચેલા આગેવાનોનું લિસ્ટ ઘણું લાંબુ છે, જેમાં ભરૂચ જિલ્લા અને વાગરા તાલુકાના અનેક મહત્ત્વના પદાધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

રજૂઆત કરનાર પ્રતિનિધિમંડળમાં અક્ષયસિંહ રાજ (ઉપપ્રમુખ, ભરૂચ જીલ્લા કોંગ્રેસ), મકસુદ્દીન રાણા (ઉપપ્રમુખ, ભરૂચ જીલ્લા કોંગ્રેસ), અસલમ રાજ (ઉપપ્રમુખ, વાગરા તાલુકા કોંગ્રેસ), મગનભાઈ વસાવા (ઉપપ્રમુખ, વાગરા તાલુકા કોંગ્રેસ), નિલેશ ગોહિલ (મહામંત્રી, વાગરા તાલુકા કોંગ્રેસ), વસીમ સેહરી (મહામંત્રી, વાગરા તાલુકા કોંગ્રેસ), પ્રવીણ વસાવા (પ્રમુખ, કોંગ્રેસ સેવા દળ), મુખ્તિયાર બાપુ સૈયદ (પ્રમુખ, વાગરા તાલુકા લઘુમતી મોરચો), ઇમરાન રાજ (યુવા પ્રમુખ, વાગરા વિધાનસભા),ઉસ્માન પટેલ- ઉ.પ્રમુખ વlગરા તાલુકા કોંગ્રેસ (નાયબ સરપંચ વિછીયાદ ગામ પંચાયત),સલીમ ભટ્ટી-સભ્ય સંકલન સમિતિ,મહેશ વસાવા – મંત્રી વાગરા તાલુકા કોંગ્રેસ,અજીત ભાઈ રાજ – સાભ્ય ગામ પંચાયત વાગરા,સલીમ બાજી – પૂર્વ મંત્રી વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ,બાબુભાઈ પટેલ- સભ્ય ગામ પંચાયત,સાદિક રાજ-સભ્ય સંકલન સમિતિ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ,અબુ ભાઈ રાજ- કોંગ્રેસ કાર્યકર્તા સિકંદર ભટ્ટી – કોંગ્રેસ કાર્યકર્તા,મુસ્તકીમ ભાઈ- વાગરા તાલુકા કોંગ્રેસ યુવા પ્રમુખ ના ઉમેદવાર, રફીક રાજ(કાલુ) – કોંગ્રેસ કાર્યકર્તા સહિત અનેક કાર્યકર્તાઓ નો સમાવેશ થાય છે. ઉક્ત તમામ કાર્યકર્તાઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો વાગરા તાલુકાના પ્રમુખ પદેથી આસિફ પટેલને હટાવી નવા પ્રમુખની નિમણૂક કરવામાં નહિ આવે તો તેઓ સામૂહિક રાજીનામા આપશે.થોડા દિવસ અગાઉ જ વાગરા તાલુકાના ઝાગેશ્વર ગામના ૫૦ જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા.જેને પક્ષ માટે લાભકારક માનવામાં આવતું હતું. પરંતુ હવે વાગરાના ૪૦ જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓના પક્ષ છોડી દેવાના એંધાણથી કોંગ્રેસની મુશ્કેલીઓ મા નોંધપાત્ર વધારો થયો છે. જો આ આંતરિક ઘર્ષણનો સમયસર ઉકેલ નહી આવે તો કોંગ્રેસને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણું બધું વેઠવું પડી શકે તેમ છે.નારાજ કાર્યકર્તાઓ ના આક્ષેપો સામે વર્તમાન પ્રમુખ આસિફ પટેલે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે પ્રમુખ તરીકે તેમની નિમણૂક સેન્સ પ્રક્રિયા બાદ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે કદાચ કોઈ કાર્યકર્તાઓ કે હોદ્દેદારોને તેમનાથી મનદુઃખ થયું હશે, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ દરેક કાર્યક્રમ અને નિર્ણયમાં તમામ લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરે છે.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે રજૂઆત કરનારા તમામ કાર્યકર્તાઓ તેમના ભાઈઓ છે અને તેમની રજૂઆત વ્યાજબી છે.તમામ ઘટનાક્રમ વચ્ચે હવે સૌની નજર ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પર મંડાયેલી છે.જો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે, આ આંતરિક કલહનો કઈ રીતે ઉકેલ લાવવામાં આવે છે તે જોવું રસપ્રદ બની રહેશે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!