દહેજ ની શિવા ફાર્મા કંપની માં બ્લાસ્ટ દરમિયાન મોત ને ભેટેલા બે કામદારો ના પરિજનો ને ધારાસભ્ય ના હસ્તે સહાય ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.દહેજ સેઝ-૧ માં આવેલ શિવા ફાર્મા કંપનીમાં એસિડ ક્લોરાઈડ પ્લાન્ટમાં રીએક્ટર બ્લાસ્ટની ઘટનામાં ત્રણ કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

જે ઘટનામાં મનાડ ગામના અર્જુન પરબત પટેલ અને પાલડી ગામના રહેવાસી પ્રવીણ મનસુખ પરમાર નામના કામદારોનું કરુણ મોત નીપજ્યું હતું.મૃતકોના પરિવારજનોને સહાય મળે તે માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત પ્રાંત અધિકારીના પ્રયાસથી રૂપિયા ૬૦ લાખ જેટલી સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જે અનુસાર ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્ક ખાતે ધારાસભ્ય અરુણસિંહ રણા અને અધિકારીઓના હસ્તે મૃતક કામદારોના પરિવારને ચેક આપવામાં આવ્યા હતા.આ ચેક વિતરણમાં ધારાસભ્ય એ દુઃખ વ્યક્ત કરી મૃતક યુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
સદ્દામ બી. ભટ્ટી વાગરા









