ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પુલની સમાંતર ૨૧૨ કરોડ રૂપિયાના ખર્ચે નવો પુલ નિર્માણ પામશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગંભીર બ્રિજ તૂટી પડતા આણંદ અને વડોદરા વચ્ચે નો વહેવાર વાયા મુજપુર થઈ ને ચાલતો હતો.તે ખોરવાઈ જવા પામ્યો છે.ત્યારે સરકાર દ્વારા પાદરાના મુજપુર પાસે નવો ટુ લેન હાઈલેવલ પુલ બનાવવા માટે ૨૧૨ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર મહી નદી ઉપર નવેમ્બર ૨૦૨૪માં મંજૂર થયેલો આ નવો પૂલ ૧૮ માસમાં બનાવવા ટેન્ડરિંગ પ્રક્રીયાનો તાબડતોડ આરંભ કરવામાં આવનાર હોવાની સત્તાવાર માહિતી સાંપડી છે.

ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી ઉપર નવો ટુ લેન પૂલ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને નવેમ્બર ૨૦૨૪માં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

પાદરા અને આંકલાવને જોડતો આ નવો પૂલ ૧૮ માસમાં બનાવવા તાબડતોડ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ નવા પૂલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેને ગત નવેમ્બર મહિના માં મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. દરમિયાન અહીં પૂલ તૂટી પડવાની દુર્ઘટના બનતા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને પરિવહનથી જોડવા ઉપરાંત સ્થાનિકને રોજગારીના પ્રશ્નો, છાત્રોને અવર જવર ના પ્રશ્નો સર્જાયા હતા.

તેને ધ્યાને રાખી મુખ્યમંત્રી એ તત્કાલ આ પૂલ બનાવવાની કાર્યવાહી કરવા સૂચના આપી હોવાની વિગતો જાણવા મળી છે.માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન. વી. રાઠવાએ જણાવ્યું કે, મુજપૂર એપ્રોચ રોડ હાલમાં જે ટુ લેન છે, એને ફોર લેન કરી ૭ મિટરનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાઇવેથી પૂલ સુધી પહોંચવાના ૪.૨ કિલોમિટર માર્ગને ફોર લેન કરવામાં આવશે. દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર નવો ટુ લેન હાઇલેવલ પૂલ બનાવવામાં આવશે. આ બન્ને કામ માટે મુખ્યમંત્રી દ્વારા રૂ. ૨૧૨ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. પૂલ બનાવવાની કામગીરી ૧૮ માસમાં પૂર્ણ કરવામાં આવશે. એના ટેન્ડરિંગ પ્રક્રીયા પણ આરંભી દેવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!