આણંદ ના વાલ્મી,એનડીડીબી અને અમુલ ખાતે ગૃહમંત્રી અમિત શાહ ની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આણંદના બે દિવસ માટે મહેમાન બનનાર છે.

દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આણંદના વાલ્મી ખાતે દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભોવન સહકારી યુનિવર્સિટી”નું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે.સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના અવસર પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ના આણંદ ના બે-દિવસીય કાર્યક્રમ અંતર્ગત એન.ડી.ડી.બી અને અમૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આવતી કાલે તા.૫ જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આણંદના વાલ્મી ખાતેથી દેશની સૌ પ્રથમ સહકાર યુનિવર્સિટી “ત્રિભોવન સહકારી યુનિવર્સિટી” નું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે.ત્યારબાદ આણંદ સ્થિત કૃષિ યુનિવર્સિટી ખાતે જનસભાને સંબોધન કરશે.

દેશની પ્રથમ સહકાર યુનિવર્સિટીના ભૂમિ પૂજન અને શિલાન્યાસ કાર્યક્રમ ટાણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે.

તદ્દઉપરાંત ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ શંકર ચૌધરી પણ આ પ્રસંગે હાજર રહેશે.સાથે ભારત સરકારના સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ,ભારત સરકારના સહકાર અને સિવિલ એવિયેશન વિભાગના રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ,આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા ની વિશેષ ઉપસ્થિતિ રહેશે.વધુમાં ભારત સરકારના સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસની ઊજવણી આણંદના અમૂલ ડેરી ખાતે કરવામાં આવનાર છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં તા.૬ જુલાઈના રોજ રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.ભારત સરકારના સહકાર મંત્રાલયના ચોથા સ્થાપના દિવસની ઊજવણી આણંદના અમૂલ ડેરી ખાતે કરાશે. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ની અધ્યક્ષતામાં તા.૬ જુલાઈના રવિવારના રોજ સવારે ૧૦ કલાકે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ અમૂલ ડેરી ખાતે યોજાશે.કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આણંદના એન ડી. ડી.બી. ખાતે રૂપિયા ૧૬.૨ કરોડ ના ખર્ચે નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરશે.

ડીઝીટલ યુગ ન્યૂઝ,આણંદ બ્યુરો

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!