રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યમાં ૨૨મી જૂનના રોજ આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટાચૂંટણી યોજાનાર છે.જે પૈકી ભરૂચ જિલ્લામાં ૯ તાલુકામાં ૬૭ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.જયારે ૧૮ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર થઈ હતી.તા.૨૨મી મે-૨૦૨૫ના રોજ સવારના ૭ થી ૬ વાગ્યા સુધી યોજાશે.

ગ્રામ પંચાયતોમા ચૂંટણીના દિવસે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તેમજ મુકત, ન્યાથી તથા તટસ્થ- પારદર્શિતા સાથે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક કલેકટર એન.આર.ધાધલના માર્ગદર્શન હેઠળ તમામ મતદાન મથકોએ પોલીંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના ચૂંટણી વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાયા છે ત્યારે તમામ મતદારોને નિર્ભિકપણે ઉત્સાહભેર ભાગ લઈ મહત્તમ મતદાન કરવા અનુરોધ કરાયો છે.અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.આર.ધાધલે મતદાન કેન્દ્રો માટેના ડીસ્પેચીંગ સેન્ટર કે.જે. પોલીટેકનીક કોલેજની મુલાકાત લીધી હતી.

તેમણે વિવિધ મતદાન મથકો ખાતે રવાના થતી ટીમને માર્ગદર્શિત કરી મતદાન પેટી સહિત ડિસ્પેચીંગની સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું હતું. ચૂંટણી તંત્ર ખૂબ જ જહેમત ઉઠાવીને મતદાનની વ્યવસ્થા કરી છે આ મહેનત સાર્થક થાય તે માટે પ્રત્યેક વ્યકિત લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં મતદાન કરે તેવી જિલ્લા ચૂંટણી તંત્ર ધ્વારા અપીલ કરવામાં આવી છે.આ મુલાકાત દરમ્યાન નાયબ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર મનિયા મનાણી,ચૂંટણી અધિકારી અને મામલતદાર માધવી મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સૈયદ અમજદ(બાપુ)
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









