અંકલેશ્વર શહેર અને ઔદ્યોગિક વસાહતમાં વીજ પુરવઠા ના વારંવાર ધાંધિયા થી વિજગ્રાહકો ત્રાહિમામ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અંકલેશ્વર શહેર અને ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા એક મહિનાથી વાતાવરણમાં આવતા પલ્ટા સાથે વીજ પુરવઠા અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે.ભારે પવન ફુંકાય કે ચાર અમી છાંટણા થાય વિજ પુરવઠો તરત ખોરવાઇ જાય છે. શહેરના નાગરિકો હોય કે ઔદ્યોગિક વપરાશકર્તાઓ હોય દરેકને હવે આ ધાંધિયાથી ત્રાસ થવા લાગ્યો છે.

ફાઈલ ફોટો 

ડિજીવીસીએલ નો કંપલેઇન નંબર માત્ર ફોરમાલિટી…..????DGVCL તરફથી વીજ ગ્રાહક ફરિયાદ નોંધાવે ત્યારે આપવામાં આવતો COMPLAIN નંબર મોટા ભાગે માત્ર કાગળ પર જ રહે છે.કમ્પ્લેન સેન્ટર નો ક્યારેક ફોન લાગે છે તો ક્યારેક બંધ થઈ જાય છે.ગ્રાહકોના પ્રશ્નોનું યોગ્ય નિવારણ થતું નથી અને અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચતી પણ નથી એવું વિજ ઉપભોગતાઓ અનેકવાર જણાવી ચુક્યા છે.

વિજ અધિકારીઓને ફોન કરે તો તેઓના ફોન “અનસૂનાવાણી” રહે છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વીજ વપરાશ થાય છે ત્યાં મે મહિનાના પવન અને કમોસમી વરસાદને પગલે વીજ પુરવઠો ૪૮ થી ૭૨ કલાક સુધી બંધ રહ્યો.આવા વિસ્તાર માટે આ પ્રકારની વિજ અછત ડીજીવીસીએલને કેવો આર્થિક અને સામાજિક નુકસાન કરે છે ? તે વિચારવાનું અનિવાર્ય બન્યું છે.અફસોસ એ છે કે ઉદ્યોગોમાં કાર્યરત લોકો વિજ અધિકારીઓને ફોન કરે તો તેઓના ફોન iPhoneમાં “અનસૂનાવાણી” રહે છે.

પ્રી-મોનસૂન મેન્ટેનન્સ ના નામે માત્ર નાટક?

દર વર્ષે મોનસૂન પહેલાં હજારો-લાખો રૂપિયાનું કહેવામાં આવતું પ્રી-મોનસૂન મેન્ટેનન્સ થાય છે છતાં,એક સામાન્ય પવન કે ઝરમર વરસાદમાં પણ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સંભળાય,લાઇનો ઠપ થઇ જાય અને વીજ પુરવઠો કલાકો સુધી બંધ રહે તો આ મેન્ટેનન્સ કોના માટે, અઠવાડિયામાં એક દિવસ મેન્ટેનન્સના નામે જહેમત આપવામાં આવે છે પરંતુ અસર તો કોઈ નજરે પડતી નથી.પરિણામે, લોકોના ધૈર્યનો પાળો તૂટી રહ્યો છે.

“માણસો નથી” ના બહાના કાઢવા બિલકુલ યોગ્ય નથી

૨૪ મેના રોજ અસહ્ય વીજ ધાંધિયાથી કંટાળેલા લોકો વીજ કચેરીએ પહોંચી ગયા હતા.ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે તીખી બોલાચાલી પણ થઈ.હાલાંકે,કર્મચારીઓ તો માત્ર ઓર્ડર પાળનારા છે અધિકારીઓ સુધી વાત પહોંચતી નથી એજ મુખ્ય સમસ્યા છે.આવી સ્થિતિમાં “માણસો નથી” ના બહાના હાથ ધરવા યોગ્ય નથી કારણ કે ગ્રાહક “પૈસા નથી,પછીથી આપીશ” કહે તો વીજ જોડાણ તો તરત કાપી દેવામાં આવે છે.ત્યારે જુઠ્ઠા બહાના બનાવી ને ડિજીવીસીએલ શુ સિદ્ધ કરવા માંગે છે….???

અંકલેશ્વરની ઉદ્યોગસાહસિકતા માટે ખતરો?

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત રાજ્ય અને દેશના ઔદ્યોગિક નકશા પર મહત્વની જગ્યા ધરાવે છે જ્યાં સતત વીજ પુરવઠો ઔદ્યોગિક શ્વાસ સમાન ગણાય છે ત્યાં અવારનવાર વીજ અછત દેશમાં વિકાસનું નેટવર્ક જ થંભાવી દે છે. જ્યારે ભારત વિશ્વની ચોથી સૌથી મોટા અર્થતંત્ર તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે વિજ પુરવઠાની અણિયાળી સ્થિતિ ખરેખર ચિંતાનું કારણ નથી?

ફાઈલ ફોટો 

વિજ પુરવઠો માત્ર એક સેવાની વાત નથી તે અંકલેશ્વર જેવી ઔદ્યોગિક નગરીની ધમનિ છે.તેની સતત અવરોધિત પૂર્તિ સમગ્ર તંત્ર પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.ડીજીવીસીએલ સહિત સમગ્ર વીજ તંત્રએ આ સમસ્યાને માત્ર કુદરતી હોનારત કહી ચૂપ રહેવાને બદલે સઘન આયોજન અને જવાબદારી સાથે વર્તવું પડશે નહીં તો અંકલેશ્વરની ઉદ્યોગસાહસિકતા અને નાગરિકોના ધૈર્યનો તાર તૂટી જશે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!