ચોમાસા ની ઋતુ દરમિયાન કોઈપણ પ્રકાર નું પ્રદુષણ સાંખી નહિ લેવાય :: વાઘમશી(રિજનલ ઓફિસર GPCB)

વાગરા ના સાયખા સીઈટીપી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા વિલાયત અને સાયખા જીઆઇડીસી ના ઔદ્યોગિક એકમો માટે એન્વાયરમેન્ટ ક્લિનિક નું આયોજન કરવા માં આવ્યું હતું. આ ક્લિનિક માં મોટી સંખ્યામાં ઉદ્યોગો ના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરી ના વડાં પ્રાદેશિક અધિકારી કે એન વાઘમશી, લેબ હેડ રિધ્ધીબેન કિરી, નાયબ પર્યાવરણ ઈજનેર દર્શિતાબેન પરીખ, સહાયક પર્યાવરણ ઈજનેર અલ્પાબેન વસાવા તથા વૈજ્ઞાનિક સહાયક દર્શનાબેન ગજ્જર દ્વારા ઉપસ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

એન્વાયરમેન્ટ ક્લિનિક નો મુખ્ય હેતુ ઉદ્યોગોને ચોમાસાની ઋતુમાં હવા, જમીન તથા પાણી પ્રદુષણ નિયંત્રણ માટે લેવાના જરૂરી પગલાઓ તેમજ રાખવાની થતી સાવધાનીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગકારોને માર્ગદર્શન આપતા જીપીસીબી ના પ્રાદેશિક અધિકારી વાઘમશી એ જણાવ્યું હતું કે ચોમાસા ની ઋતુ દરમ્યાન કોઈ પણ પ્રકાર નું પ્રદુષણ સાંખી લેવા માં નહિ આવે અને દરેક ઉદ્યોગોએ પોતાના પરિસર માં પર્યાવરણ પ્રદુષણ ના સંચાલન માટે આગોતરું આયોજન કરવા નું રહેશે અને સમયાંતરે તેની ચકાસણી કરતા રહેવુ પડશે.

દર્શિતાબેન દ્વારા ઉદ્યોગોને સીટીઈ(CTE) તથા સીસીસ(CCA) લેવા માં રાખવી પડતી કાળજી અંગે માર્ગદર્શન એક પ્રેસેનટેશન દ્વારા આપવામાં આવ્યું હતું પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હતું એ જીપીસીબી નો ઉદ્દેશ વહેલામાં વહેલી તકે સીટીઇ(CTE) તથા સીસીએ(CCA) આપવાનો છે અને તે માટે યોગ્ય રીતે અરજી થયેલી હોવી જોઈએ.વઘુમાં વાઘમસી દ્વારા આવનાર વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી અંગે પણ માર્ગદર્શન આપવા માં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ વર્ષ ની થીમ પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત થવાની છે આ માટે આપણે દરેકે આગળ આવવું પડશે અને પોતાનું યોગદાન આપવું પડશે દરેકે સિંગલ યુઝ પ્લાસ્ટિક નો વપરાશ બંધ કરવો પડશે આ વર્ષે ૨૨મી મેં થી લઇ ને ૫મી જૂન સુધી પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન ઝુંબેશ ચલાવવા માં આવશે અને દરેક ઉદ્યોગ પોતાનું સંકુલ તથા આજુબાજુ ના વિસ્તારમાં ઝુંબેશ ચલાવે તેવો આગ્રહ કર્યો હતો.

લેબ હેડ રિધ્ધીબેન કિરી દ્વારા ઉપસ્થિત ઉદ્યોગકારો ને મિશન લાઈક તથા પર્યાવરણ જાગૃતિ ની પ્રતિજ્ઞા લેવડાવવા માં આવી હતી.સાયખા તેમજ વિલાયત ના ઉદ્યોગકારો દ્વારા આ તમામ બાબતો ખુબ જ ગંભીરતા પૂર્વક લેવામાં આવી હતી અને જરૂરી તમામ પગલાં લેવા ની ખાતરી આપવા માં આવી હતી. ઉદ્યોગોના પ્રતિનિધિઓએ બાહેંધરી આપી હતી કે તેમના દ્વારા ઉદ્યોગ ચલાવવા માં પર્યાવરણીય સુરક્ષા માટે ખુબ જ ઊંચા માપદંડ અપનાવવામાં આવશે અને ખૂબ જ સારી કાળજી લેવામાં આવશે.આ પ્રસંગે વિલાયત એસોસીએસન ના માનદ મંત્રી ડો મહેશ વશી, સાયખા એસોસીએસન ના માનદ મંત્રી સી કે જીયાની તથા કુંજ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિલાયત અને સાયખા ના કંપની કર્મચારીઓ દ્વારા આ આયોજન ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવા મા મહેનત આવી હતી. આ તબક્કે વિલાયત તેમજ સાયખા એસોસીએસન દ્વારા જીપીસીબી ટીમ તેમજ ઉપસ્થિત સર્વે નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સૈયદ અમજદ(બાપુ)









