હ્રદયમાં કાણું ધરાવનાર માત્ર ૧ માસની ઉંમર ના દેવાંશુ નું વિનામૂલ્યે ઓપરેશન થતા નવું જીવન મળ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત સરકારનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આંગણવાડી, પ્રાથમકિ-માધ્યમકિ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તથા ઘરે-ઘરે જઈને ટીમ દ્વારા બાળકોની પ્રાથમકિ આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવે છે. RBSK થકી જન્મ થી લઇ ને ૧૮ વર્ષના બાળકોની (જેનામાં જન્મજાત ખામી, ઉણપ, ગંભીર રોગો તેમજ વિલિંબતિત વિકાસ વગેરેની) તપાસ, નદાન તેમજ રીફર કરીને સરકાર દ્વારા વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. ગુજરાત ખોડ-ખાપણને દૂર કરવા હંમેશ પ્રયત્નશીલ છે. સરકારના આરોગ્ય અને પરરવાર કલ્યાણ વભાગના સહયોગ થકી શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતરગત ભરૂચ જિલ્લામાં કુલ ૨૬ ટીમો કાર્યરત છે.રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામના દેવાંશુને આર.બી.એસ.કે.ટીમની મદદથી હૃદયનું ઓપરેશન સફળ થયું છે. ત્યારે લાભાર્થી ના પિતા સતીશભાઈ વસાવાએ જણાવ્યુ હતું કે, આંગણવાડી માં રેગયુલર ચેક-અપ કરવા આવતા ડૉકટરને દેવાંશુની ઉંમર પ્રમાણે ઉચાઈ અને વજન પણ ઘણું ઓછું લાગતા તેથી વધુ રીપોર્ટસ માટે ચેક-અપ કરાવ્યું. હૃદયના ધબકારા અસામાન્ય લાગતા રેફન્સ કાર આપીને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પટિલ ખાતે કાર્ડિયોગ્રાફીના રિપોર્ટ માટે કહયું. ત્યારબાદ ડોક્ટરની સલાહ મુજબ ઑપરેશનની જરૂરીયાત જણાઈ હતી. અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હોસ્પટિલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા. ત્યાંના ડૉકટરના રિપોર્ટમાં પણ આવું જ નિદાન થતાં એક વર્ષના બાળક દેવાંશનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું.તેમણે સરકાર નો આભાર માનતા કહ્યું હતું કે, અમારી પાસે એટલા પૈસાની સગવડ નહોતી કે અમે ઓપરેશન કરાવી શકીએ. પણ સરકારના સહયોગથી વિનામૂલ્યે હદયનું ઓપરેશન સફળ બન્યું અને મારા દેવાંશને નવુ જીવન મળ્યું છે. ઓપરેશન પછી એમનામાં ઘરમૂળથી જ બદલાવ આવ્યો છે. ઉચાઈ અને વજનમાં ઉતારઉત્તર વધારો જોવા મળ્યો છે. અન્ય બાળકોની જેમ સરસથી રમે છે.દેવાંશુના માતા રીતુબેન જણાવે છે કે, જ્યારથી દેવાંશુને હૃદયની બમારીનું નિદાન થયું ત્યારથી આર.બી.એસ.કેની ટીમ દ્વારા નયિમતિ ચેકઅપ કરવામાં આવે છે. તે બદલ જિલ્લા આરોગ્ય વિભાગ અને સરકાર નો આભાર માનતા ખુશીની લાગણી અનુભવું છું કે, એમના થકી આજે મારું બાળક તંદુરસ્ત છે અને મારી સાથે પરિવારમાં જીવે છે. આર.બી.એસ.કે. અંતર્ગત કામ કરતા મેડકિલ ઓફસિર ડૉ. રીકલ બાબરીયા જણાવે છે કે, અમારી ટીમ દરેક શાળામાં વર્ષમાં એક વાર અને દરેક આંગણવાડીમાં વર્ષમાં બે વાર બાળકોની તપાસ માટે જાય છે અને પ્રયત્ન કરે છે કે જન્મજાત ખામી ધરાવતા ૧૦૦% બાળકોને આવરી લઈએ અને તેમની સારવાર કરાવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે પરિવારની કોઈ પણ આર્થિક મર્યાદા નક્કી કરવામાં આવી નથી. ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં રહેતો કોઈ પણ પરીવાર પોતાના બાળક માટે સરકારની આ યોજનાનો લાભ મેળવી શકે છે.વધુમાં તેમણે જણાવ્યુ કે, દેવાંશુને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધકિારીની મંજુરી પત્ર સાથે અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પટિલ ખાતે વધુ સારવાર અને ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં સફળતા પૂર્વક વિનાિમૂલ્ય હૃદયનું ઓપરેશન થયુ છે.કેન્દ્ર સરકારના રાષ્ટ્રષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ હેઠળ રાજય સહતિ ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રરીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા નવજાત શીશુથી લઈને ૧૮ વર્ષ સુધીના બાળકોના સ્વાસ્થયની તપાસ કરી તેમને જરૂરી સારવાર આપવામાં આવે છે. આર.બી.એસ.કે. ટીમના સહકાર અને દરકાર વાળા બાળક લાભાર્થી સરકારની મહત્વની યોજનાનો લાભ લઈ મુશ્કેલીના અંધકારમાંથી બહાર નીકળી એક ઉજ્જવળ ભવષિય તરફ આગેકૂચ કરે છે. તે માટે જ કહી શકાય કે રાષ્ટ્રષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આ બાળક માટે ખરેખર આશીવાદરૂપ નીવડ્યો છે.

સદ્દામ બી ભટ્ટી ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!