ભરૂચ ખાતે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે યોગ અંગેની જાગૃતિ અર્થે યોગ દિવસની ઉજવણી કરાઈ 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી ૩૩ જિલ્લામાં થવાની છે. તેમાં ભરૂચમાં નર્મદા પાર્ક ના પ્રાંગણમાં બ્રહ્મમુહૂર્તમાં ૫-૩૦ થી ૮-૩૦ દરમિયાન ભરૂચના ચેરમેન શિશપાલજી અને કોર્ડીનેટર ભાવિની ઠાકર, કોચ બીનીતાજીના માર્ગદર્શન હેઠળ યોગ દિવસ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વસ્થ અને રોગ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચમાં કાઉન્ટ ડાઉનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ૫૦૦ થી વધારે લોકોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિક સ્વસ્થ જીવનશૈલી અને નીરોગી જીવન જીવે તેને પ્રોત્સાહિત કરવાનો છે. આ યોગ શિબિરનો મુખ્ય હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરતા થાય તેવો હતો.ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોનલ કોર્ડીનેટર રાજેશભાઈ પંચાલ દ્વારા શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય, રેસીડેન્સ એડિશનલ જિલ્લા કલેકટર, કારોબારી જિલ્લા પંચાયત ચેરમેન, બ્રહ્માકુમારીના અમિતાબેન, GNFC એસ એન આર ક્લબના પ્રેસિડન્ટ પંકજભાઈ પુરોહિત, રમતગમત કન્વીનર પ્રશાંતભાઈ પટેલ, હરિ પ્રબોધના મિલિંદ ભાઈ, નર્મદા પાર્કના સંચાલક માર્ટીનભાઈ પટેલે હાજરી આપી હતી.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં મીડિયાના ઝોન કોર્ડીનેટર રિશીકાજી અને વડોદરાથી ક્લાસ ઇન્સ્પેક્ટર સીબા મનોજ હાજર રહ્યા હતા.

સદ્દામ બી. ભટ્ટી ભરૂચ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!