મોબાઈલ ફોન અને સીમકાર્ડ લે-વેચ કરનાર વેપારીઓ એ રજીસ્ટર નિભાવવું પડશે ::ભરૂચ જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ નું જાહેરનામું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુપ્તચર સંસ્થાઓ ના વખતો વખત ના અહેવાલો તેમજ ભૂતકાળ માં ગુજરાત મા થયેલ બોમ્બ બ્લાસ્ટ તથા અમુક બનાવો થી જણાયેલ છે કે ત્રાસવાદીઓ,અસામાજીક તત્વો બહાર થી આવી શહેર વિસ્તાર માં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી તથા શાંતિ નો ભંગ કરે છે. તેમજ જાહેર જનતા ની જાનમાલ મિલકત ને નુકશાન પહોંચાડી ગુન્હાઓ કરી નાસી છુટતા હોય છે.આ તમામ ગુનાહિત કામગીરી માં ગુન્હેગારો એક બીજાના સંપર્ક માટે મોબાઈલ ફોન નો સતત ઉપયોગ કરતા હોવાનું તેમજ મોબાઈલ ફોન તેમજ સીમકાર્ડનો ઉપયોગ કરી ગુન્હાઓ કરતા હોવાનું તપાસ એજન્સીઓ ની તપાસ માં બહાર આવેલ છે.

જેથી આવા ગંભીર પ્રકારના ગુન્હા શોધી કાઢવા તથા અટકાવવા ગુન્હામાં વપરાયેલ મોબાઈલ ફોનના IMEI No. નું ટ્રેકીંગ કરી ગુન્હાના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો કરવામાં આવે છે. આવા ઘણા કિસ્સાઓ મા મોબાઈલ ફોન-સીમકાર્ડના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળેલ છે કે આ મોબાઈલ ફોન કોઈ અજાણ્યા વ્યકિત પાસેથી ખરીદેલ છે. આ મોબાઈલ ફોન વાપરનાર ને મોબાઈલ ફોન અગાઉ ગુન્હામાં વપરાયેલ કે ચોરાયેલ હોવાની માહિતી હોતી નથી. આથી આ પ્રકાર ની તપાસમાં આવતાં વિઘ્નોના કારણે જયારે જુના મોબાઈલ ફોન અને સીમ કાર્ડ લેતાં કે વેચતી વખતે મોબાઈલ ફોન કે સીમકાર્ડ વેચનાર તથા ખરીદનારનું નામ, સરનામુ, તથા તેની ઓળખ અંગેની હકીકત નોંધણી થાય તે સલામતી ની દ્રષ્ટિએ અત્યંત આવશ્યક છે.જેને ધ્યાને રાખી ભરૂચ જિલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એન. આર. ધાધલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા-ર૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ હુકમ કરેલ છે કે, ભરૂચ જીલ્લા મહેસુલી વિસ્તાર મા જુના મોબાઈલ ફોન અને સીમકાર્ડ લે-વેચ કરનાર વેપારી એ મોબાઈલ ફોન તેમજ સીમકાર્ડ લે-વેચ કરતા પહેલાં અલગ અલગ રજીસ્ટર નિભાવવા ના રહેશે. તેમજ રજીસ્ટર નો ડેટા ઓછામાં ઓછા એક વર્ષ સુધી વ્યવસ્થિત સાચવી રાખવાનો રહેશે અને આ રજીસ્ટર ચેકીંગમાં આવનાર સક્ષમ પોલીસ અધિકારી માંગણી કરે ત્યારે બતાવવાનું રહેશે.

જુના મોબાઈલ ખરીદતી વખતે તેમજ વેચતી વખતે વેપારીઓ એ મોબાઈલ ફોનની વિગત,કંપની, IMEI No., મોબાઈલ વેચનાર તથા ખરીદનારનું નામ, ID પ્રુફની વિગતોવાળું રજીસ્ટર નિભાવવાનું રહેશે. નવું સીમકાર્ડ વેચતી વખતે વેપારીએ સીમકાર્ડની વિગત કંપનીનું નામ, સીમકાર્ડ નં., સીમકાર્ડ ખરીદનારનું નામ, સરનામાની વિગત, ID પ્રુફની વિગત અને સીમકાર્ડ ખરીદનારની સહીવાળું રજીસ્ટર નિભાવવાનું રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાયસંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કસુરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ કાયદેસર ની કાર્યવાહી કરવા મા આવશે. .

સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!