ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે ત્યારે ૧૬૮ ખેડૂતોને વડોદરા નજીક એક પ્રગતિશીલ ખેડૂતો ને ફાર્મની વિઝિટ કરાવવામાં આવી હતી ત્યાર બાદ હાલોલ ખાતે આવેલ પ્રાકૃતિક યુનિવર્સિટી ની મુલાકાતે પણ લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં યુનિવર્સિટી ના નિષ્ણાંત સ્ટાફ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.૬ ગામની બહેનો ને તેમની આવકમાં વધારો થાય અને મહિલાઓ સ્વનિર્ભર બને એ હેતુ થી કિચન ગાર્ડન અને વેલ્યુ એડિસનની તાલીમો આપી પગભર થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે ૬૦ બહેનો ના ગ્રુપ દ્વારા ડાંગ, સાપુતારા ખાતે આવેલા અંબિકા ફાર્મની મુલાકાત લઈ ત્યાંની બહેનોની પ્રવૃતિ નિહાળી તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ પાપડ અને મસાલાના પેકેજીંગનું નિરીક્ષણ કરીને તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર ગ્રામજનો એ આ મદદ માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ના સીએસઆર અંતર્ગત પોચાભાઈ ફાઉન્ડેશન છેલ્લા બે વર્ષ થી વાગરા તાલુકાના ૬ ગામોમાં સજીવ ખેતીનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યું છે. તે માટે વારંવાર ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને તેના સકારાત્મક પરિણામ સ્વરૂપે ખેડૂતો સજીવ ખેતી કરવા તરફ વળ્યા છે તેમજ બહેનો માટે સેલ્ફ હેલ્પ ગ્રુપો પણ નિર્માણ થવા પામ્યા છે.

સૈયદ અમજદ (બાપુ)









