વાગરા પોલીસ સ્ટેશન ખાતે ફરજ નિભાવતા પોલીસ જમાદાર રણજિત સિંહ ની ફોજદાર તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

હવે થી એ.એસ.આઈ રણજિત સિંહ અમદાવાદ શહેર પોલીસ ખાતે પી.એસ.આઈ તરીકે ફરજ બજાવશે.વાગરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષ થી સેવા આપતા રણજીત સિંહ પોલાભાઈ પરમાર નો મૃદુ અને મળતાવડો સ્વભાવ દરેક લોકો માટે પ્રેરણારૂપ હતો.જેને કારણે તેઓ નો લોકસંપર્ક પણ મજબૂત હતો.જેથી તેઓ ની બદલી ને પગલે અનેક લોકો એ તેઓ ને બઢતી બદલ શુભેચ્છાઓ વરસાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ માં ફરજ પર ના ૨૬૧ એએસઆઈ ને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા ૧૫ મહિનામાં પીએસઆઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ ૭૦૩૧ કર્મચારીઓ ને બઢતી અપાતાં પોલીસ બેડા માં આનંદ ફેલાયો છે. રાજ્ય ના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પોલીસ કર્મચારીઓ ની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ ૨૦૨૪માં કુલ ૬૭૭૦ પોલીસ કર્મચારી-અધિકારીઓ ને બઢતી મળી હતી. જેમાં ૩૪૧ પીએસઆઈ ને પી.આઈ, ૩૯૭ એએસઆઈ ને પીએસઆઈ જ્યારે ૨૪૪૫ હેડ કોન્સ્ટેબલ ને એએસઆઈ અને ૩૩૫૬ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી હતી.આ ઉપરાંત, ૨૩૧ ક્લેરીકલ સ્ટાફને પણ બઢતીનો લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૨૫માં આજે તા.ત્રીજી એપ્રિલ ૨૦૨૫ ના રોજ વધુ ૨૬૧ એએસઆઈ ને પીએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. આ નવી બઢતીથી પોલીસ વિભાગમાં ઉત્સાહનું વાતાવરણ ફરી એકવાર જોવા મળ્યું છે. સાથે જ કર્મચારીઓ ના મનોબળમાં વિશેષ વધારો થયો છે. વર્ષ ૨૦૨૪ ની સિદ્ધિ અને ૨૦૨૫ ની શરૂઆતમાં થયેલી બઢતીઓથી રાજ્ય ની લો એન્ડ ઓર્ડર વ્યવસ્થા માં વધુ મજબૂતી આવશે.
સૈયદ અમજદ (બાપુ)









