ભરૂચના ઉમરાજ માંથી ત્રણ ગૌવંશ સાથે એક ને પોલીસે ઝડપી પાડ્યો…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ તાલુકા ના ઉમરાજ ગામે થી પોલીસે કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ ત્રણ વાછરડા સાથે એક ઈસમ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં ગૌ વંશના કતલ તથા ગૌમાંસના વેચાણ જેવી ગેરકાયદેસર વેચાણ ની પ્રવૃતિઓ અટકાવવા અને કાયદાનો કડક અમલ કરાવવા માટે આપેલ સુચન તેમજ માર્ગદર્શન ને આધારે ભરુચ શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર વી.યુ.ગડરીયા દ્વારા ગૌવંશના કતલ તથા ગૌમાંસની હેરા-ફેરી જેવી ગેરકાયદેસરની પ્રવૃતિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા.

દરમ્યાન જીવદયા પ્રેમીઓ દ્વારા પોલીસ સ્ટેશને ફોન કરી હકિકત જણાવી હતી કે, “નવી નગરી ઉમરાજ ખાતે રહેતા યાસીન ઉમરજી નામ ના ઇસમે ગૌવંશ કતલ કરવાના ઇરાદે લાવી બાંધી રાખેલ છે” જેથી પોલીસ ટીમ દ્વારા નવીનગરી ઉમરાજ ખાતે છાપો મારતા બે વાછરડા તથા એક વાછરડી ને ક્રુરતાપુર્વક ટુંકા દોરડા થી કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ હાલતમાં મળી આવ્યા હતા.સદર ગૌવંશ વિશે યાસીન ઉમરજી ને પૂછતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. ત્રણેય ગૌવંશ યાસીન ઉંમરજી ના ઘર સામે આવેલ પતરાની કેબિનમાં થી મળી આવ્યા હતા.સાથે જ અલગ-અલગ સાઇઝના છરા, કોઇતા, પેચીયા તથા ગૌવંશની કતલ કરવા માટે વપરાતુ લાકડુ કબજે લઈ યાસીન ઉમરજી પટેલ ની ધરપકડ કરી હતી.

અને ત્રણેય જીવીત ગૌવંશને ભરૂચ પાજરાપોળ ખાતે મોકલી આપવામા આવ્યા હતા. યાસીન વિરુધ્ધ ભરૂચ શહેર “એ”ડીવી પોલિસ મથકે ધી ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયની કલમ ૫(૧),૫(૧-ક) તથા ધી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ ૮(૨) તથા પ્રાણી ક્રુરતા અધિનિયમની કલમ ૧૧(૧)(એફ) મુજબનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!