તાજેતરમાં ગુજરાત વિધાનસભા ના સત્ર દરમિયાન રાજ્યમાં પર્યાવરણલક્ષી કામગીરી કરતી કેટલીક સંસ્થાઓ ને આમંત્રિત કરાઈ હતી.દરેક જિલ્લા માથી એક સંસ્થાને આમંત્રણ અપાયું હતું. ભરૂચ જિલ્લા નું પ્રતિનિધિત્વ અદાણી ફાઉન્ડેશન દહેજ ની ટીમે કર્યું હતું.

ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી,વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, રાજ્યકક્ષા ના મંત્રી મુકેશભાઇ પટેલ,અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિ ની હાજરીમાં અદાણી ફાઉન્ડેશન ના પ્રતિનિધિ નું સન્માન કરાયું હતું.ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશન છેલ્લા બે-ત્રણ વર્ષથી દહેજ પોર્ટની અંદર અને સમગ્ર વિસ્તાર માં વન વિભાગ ભરૂચ સાથે રહી વૃક્ષારોપણ ની ઝુંબેશ નિયમિત રીતે ચલાવે છે. એ કામગીરી ના આધારે વન વિભાગ ભરૂચ દ્વારા અદાણી ફાઉન્ડેશન ની પસંદગી કરવામાં આવી હતી. રાજ્યભર માંથી આવેલા પ્રતિનિધિઓ એ વિધાનસભા ની કાર્યવાહી જોઈને મહાનુભાવો સાથે જળવાયુ પરિવર્તનની અસરને ખાળવાના પ્રયત્નો અંગે ચર્ચા કરી હતી. અદાણી ફાઉન્ડેશન દહેજના આસિસ્ટન્ટ મેનેજર યોગેશ મેઘપરાએ અદાણી સમૂહના ચેરમેન ગૌતમભાઈ અદાણીના૧૦૦ મિલિયન વૃક્ષારોપણ અને અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા ભરુચ વિસ્તારમાં ૩૦,૦૦૦ ફળાઉ વૃક્ષોના વિતરણ અને તેની સાથે સંકળાયેલા પર્યાવરણ અને આર્થિક પાસાના પ્રયોગ ની વિગતો આપી હતી. આ પ્રવૃત્તિ માત્ર પર્યાવરણને ટેકો આપે છે એટલું જ નહીં, નેત્રંગ તાલુકાનાં આદિવાસી વિસ્તામાં ૪૦થી વધુ ખેડૂતોએ પોતાના ખેતર માં બાગાયત વિકસાવી ને આદિવાસી વિસ્તારો ના લોકો ને આત્મનિર્ભર બનવામાં પણ મદદ કરી છે. અદાણી ફાઉન્ડેશન દહેજ ની પ્રવૃતિ ની બદલ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
-સૈયદ અમજદ(બાપુ)









