ધો.૧૦ અને ૧૨ બોર્ડ ની પરીક્ષા ટાણે એસ.ટી.વિભાગ નો એક્સટ્રા બસો દોડાવવા નો નિર્ણય

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ દ્વારા મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પરિક્ષા કેન્દ્ર સુધી અવર-જવર માં અગવડતા ન પડે અને વહેલીતકે પરીક્ષા કેન્દ્ર પર સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય એસ.ટી.નિગમ તરફ થી વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ફાઈલ ફોટો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ બોર્ડ ની પરીક્ષા આગામી ૨૭ ફેબ્રુઆરી ના રોજ થી શરૂ થવાની છે,પરિક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પરિવહનમાં કોઈ મુશ્કેલી ન પડે અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે.

ફાઈલ ફોટો

જે અનુસાર આગામી સમયમાં બોર્ડની પરીક્ષા ના સમયગાળાદ રમિયાન વધારાની ૮૫ બસો દોડાવવા નો નિર્ણય એસ.ટી.વિભાગ તરફ થી લેવામાં આવ્યો છે.આ અંગે રાજ્યના ગૃહમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, બોર્ડ ના વિદ્યાર્થીઓ ની જરૂરીયાત અનુસાર હાલની રૂટિન સેવાઓ ઉપરાંત વધારાની ૨૫૦ જેટલી ટ્રીપો ચલાવવાનું પણ આયોજન છે.અત્યારે જે-તે જિલ્લા વહીવટીતંત્ર તરફ થી ૮૫ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવા ની માંગણી કરાઈ છે.આ ઉપરાંત માંગ મુજબ વધારાની બસો પણ ચલાવવામાં આવશે.

એહવાલ:- સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!