આમોદ ના ખખડધજ નેશનલ હાઇવે ૬૪ પર થી ઊડતી બેફામ ધૂળની ડમરીઓથી રહેણાંક વિસ્તાર ના નગરજનો સ્વાસ્થ્ય બાબતે ચિંતાતુર બન્યા છે.

આમોદ તાલુકા મથક હોઇ ગ્રામ્ય વિસ્તાર ના લોકો સરકારી કામકાજ તેમજ જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ની ખરીદી અર્થે આમોદ નગર ખાતે આવતા હોય છે. નેશનલ હાઇવે ૬૪ અંકલેશ્વર, દહેજ, વિલાયત, જંબુસર જી. આઈ ડી.સી તેમજ સૌરાષ્ટ્ર ને જોડતો અતિ મહત્વ નો મનાય છે.જે આમોદ થી ખાનગી તેમજ ધંધાકીય વાહનો પસાર થઇ રહયા છે. આમોદ ના મલ્લા તળાવ થી મેઈન ચોકડી,અને ત્યાંથી એસ ટી ડેપો અને પૂરશા નવી નગરી સુધીનો અંદાજિત એક કિલોમીટર સુધી નો હાઇવે રહેણાંક વિસ્તાર માંથી પસાર થાય છે. ખખડધજ હાઇવે પર સતત ૨૪ કલાક અધઃધ વાહનો ધમધમતા રહેતા હોય હાઇવે પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે.

જેને પગલે નગરજનો માં ઊડતી રજકણો થી ભારે આક્રોશ છવાઈ જવા પામ્યો છે. ધૂળની ડમરીઓથી નાના મોટા અકસ્માત ના બનાવો પણ નોંધાઇ ચુક્યા છે.વધુમાં હાઇવે પર ના વેપારીઓ પોતાની દુકાનો વ્યવસ્થિત ખોલી ને વેપાર કરી શકતા નથી. તેમજ સ્થાનિક નગરજનો ના સ્વાસ્થ્ય બાબતે પણ અનેક સવાલો ઉભા થયા છે.ઉડતી ધૂળની ડમરીઓ થી

સ્થાનિકો સહિત રાહદરિઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ધૂળ ની ઊડતી ડમરીઓ ને કારણે અનેક પ્રકારના રોગો થવા ની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.આમોદ નો હાઇવે કરોડોના ખર્ચે નિર્માણ પામ્યો હતો.જેનું થોડાક મહિનાઓ માં તકલાદી સમારકામ થયુ હતું. અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર ની મિલી ભગત થી વ્યાપક ભષ્ટાચારની બુમો ઉઠી રહી છે.જાગૃત નાગરિકો એ સંબંધિત તંત્રને લેખિત અને મૌખિક જાણ કરી હોવા છતાંય રોડ સમારકામ થયા પછી મજબૂતી થી એક મહિનો પણ ટકી શકતો નથી તેમ નગરજનો જણાવી રહયા છે.માર્કેટ યાર્ડ, પોલીસ સ્ટેશન તેમજ એસટી ડેપો સુધીનો મુખ્ય હાઇવે હોઇ અને બેંકો, સ્કૂલો, સરકારી હોસ્પિટલ તેમજ સરકારી કચેરીઓ ને જોડતો મુખ્ય રસ્તો હોવાથી દરરોજ અનેક અધિકારીઓ તેમજ રાજકીય નેતા પસાર થાય છે તો શું આ લોકો ને હાઇવે ની સ્થિતિ નજરે પડતી નહીં હોય….?? નગરજનો ના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા બાબતે તંત્ર ઉદાસીન વલણ કેમ અપનાવી રહ્યું છે. માર્ગ મકાન વિભાગ સહિત નેશનલ હાઈવે ઓથોરિટી નો વિભાગ ભ્રષ્ટાચાર મુક્ત બને તે માટે સ્થાનિક નગરજનોએ પોતાનો નો રોષ મીડિયા સમક્ષ ઠાલવી આંદોલન ની ચીમકી આપી છે.વહેલી તકે રોડ નું ધારાધોરણો મુજબ ભ્રષ્ટાચાર મુક્ત સમારકામ નહિ થાય નહી થાય તો તમામ નગરજનો હાઇવે પર ચક્કા જામ કરશે ની ચીમકી ઉચ્ચારી છે.

સદ્દામ બી. ભટ્ટી ડિજિટલ યુગ ન્યૂઝ (આમોદ)









