આણંદ જિલ્લા ના નાપાડ ખાતે ફૈઝાને અહેમદી વકફ કમિટી સંચાલિત જામીઆ ફૈઝાને અહેમદી નું જામીઆ સમીટ ૨૦૨૫ યોજવામાં આવ્યું હતું.ઇસ્લામ ધર્મ અને દુનિયા નું શિક્ષણ આપતી સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમ ની શરૂઆત જામીઆ અહેમદી ના છાત્ર રાઠોડ મોહંમદ ફૈઝાન ની તિલાવતે કુરઆન સાથે થઈ હતી.જ્યારે જામીઆ ના અન્ય વિદ્યાર્થી સૈયદ મોહમ્મદ મદની વાહીદ અલી એ નાતે પાક રજૂ કરી હતી.આ પ્રસંગે જામીઆ ના ટ્રસ્ટીઓ દ્વારા જામીઆ ના ફાઉન્ડર પીર સૂફી સૈયદ હામિદ કાદરી બાબા અહમદી નું સન્માન કરાયું હતું.ઉપસ્થિત સર્વે મહાનુભાવો નું સન્માન પણ કરાયું હતું.અત્રે નોંધનીય છે કે જામીઆ અહમદી સંકુલ ના વિકાસ ને વેગ મળે અને સંસ્થાનું વિસ્તરણ થાય તે વિશે ઉપસ્થિત સદગૃહસ્થો દ્વારા લેખિત સૂચનો આપવામાં આવ્યા હતા.ઓડીઓ વિઝ્યુઅલ પ્રોજેકશન ના માધ્યમથી જામીઆ ની શરૂઆત તેની

પ્રવૃત્તિઓ ની સાથે અત્યાર સુધી ની સફર વિશે રોચક માહિતી પ્રદાન કરવામાં આવી હતી.આ તબક્કે કેમ્પસ ના સુપ્રિન્ટેનડેન્ટ સૈયદ યાસીન બાપુ નકસબંદી એ પ્રસંગ ને અનુરૂપ પ્રવચન આપતા ઇસ્લામ, કુરઆન અને આધુનિક શિક્ષણ ની સાથે અરેબિક શિક્ષણ પર ભાર મુકતું પ્રેરક સંબોધન કર્યું હતું.મુસ્લિમ સમાજ આજે શિક્ષણ થી દુર થઇ ગયો છે તેને શિક્ષણ તરફ વાળવા સખત મહેનત ની જરૂર છે.જામીઆ માં શિક્ષણ મેળવનાર છાત્રો શ્રેષ્ઠ નાગરિક બની દેશ ની સેવા તેમજ સમાજમાં જાગૃતિ નું પ્રકાશ પાથરવાનું કામ કરશે તેવી નેમ યાસીન બાપુએ વ્યક્ત કરી હતી.તેઓએ આજના અત્યાધુનિક યુગમાં ક્વોલિટી એજ્યુકેશન ની તાતી જરૂરિયાત હોવાની વાત કરી ક્વોલિટી એજ્યુકેશન મેળવવા મુસ્લિમ સમાજના છાત્રો ને ખાસ અનુરોધ કર્યો હતો.વધુ માં તેઓ એ આવનાર સમય માં યુનિવર્સિટી સ્થાપવાની વાત પણ ઉચ્ચારી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે જામીઆ ફૈઝાને અહમદી ના વિકાસ સાથે વિસ્તરણ કાર્યમાં જરૂરી જમીન પૈકી અનેક દાનવીરો એ જમીન તેમજ લાખો રૂપિયા ની રોકડ રકમ દાનમાં આપવાની જાહેરાત કરી હતી.

જામીઆ સમીટ માં આણંદ જિલ્લા ઉપરાંત રાજ્યના અનેક ઠેકાણે થી શિક્ષણ વિદો તેમજ સમજસેવકો, કર્મશીલો અને દાનવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

પીર સૂફી સૈયદ હામિદ કાદરી બાબા અહમદી ની દુઆઓ સાથે કાર્યક્રમ ની પૂર્ણાહુતિ થઈ હતી.
એહવાલ:- સૈયદ અમજદ(બાપુ)









