પાલેજ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ વાર્ષિક નિરીક્ષણ, લોક દરબાર કાર્યક્રમમાં શહેરના નાગરિકોએ પોતાના પ્રશ્નો રજુ કર્યા.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચના પાલેજ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલેજ પહોંચતા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પોલીસ સલામી આપી હતી. ત્યારબાદ પાલેજ પોલીસ સ્ટેશનની વાર્ષિક માહિતી મેળવી હતી. તેમજ લોક દરબારમાં ઉપસ્થિત શહેરના આગેવાનો સાથે જરૂરી ચર્ચા પણ કરવામાં આવી હતી.

પાલેજના ઘનશ્યામ પટેલે હાઈવે પર આવેલા ઓવરબ્રિજ નીચે વધુ એક ગાબડું ખોલવાની દરખાસ્ત કરી હતી, જ્યારે પાલેજના અગ્રણી વેપારી સલીમ મેમણે અઢી વર્ષ પહેલાં તેમના ઘરે લાખોની મતાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ઉપરોક્ત બંને રજૂઆતો ઘટતી કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!