ગામડી પાસે રેલવે બ્રિજ પર ટ્રેન ની અડફેટે વધુ એક દીપડા નું મોત : ત્રીજી ઘટના બની

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ તાલુકાના ચાંદોદ પાસે ટ્રેન નીચે દીપડો કપાઈ જવાની ત્રીજી ઘટના બની છે. ડભોઇ તાલુકા ના ચાંદોદ પાસે ના ગામડી ગામ નજીક ટ્રેનની અડફેટે ગત મોડી રાત્રે દીપડાનું કરુંણ મોત નીપજ્યું હતું. ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પર થી મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ ટ્રેન પસાર થઈ રહી હતી. તે દરમિયાન ટ્રેન ની અડફેટે નર દીપડાનું મોત થયું હતું. નર દીપડાની ઉંમર અંદાજિત ૧૦ થી ૧૧ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે રેલવે તંત્ર દ્વારા જાણ કરાતા નેચર હેલ્પ ફાઉન્ડેશન ની ટીમ અને વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃત દીપડા નો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી પીએમ ની તજવીજ હાથ ધરી હતી.પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ટ્રેનની અડફેટે દીપડાના મોતની આ ત્રીજી ઘટના છે. પહેલો અકસ્માત માર્ચ 2024 માં બન્યો હતો.બીજો 23 જાન્યુઆરી 2025 અને ત્રીજો બનાવ આજરોજ બન્યો છે. જેમાં અંદાજિત ૧૦ થી ૧૧ વર્ષની ઉંમરનો 120 કિલો વજન ધરાવતો દીપડો મોડી રાત્રે ટ્રેનની અડફેટે આવી જતા 70 થી 80 ફૂટ રેલવે બ્રિજથી નીચે નદીમાં ફંગોળાયો હતો. અને કરુણ મોત નીપજ્યું હતું. આજ સ્થળે દીપડાના મોતની ત્રીજી ઘટના ઘટના બનતા ગ્રામજ નો અને વન્યજીવ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી છે. વન વિભાગ અને રેલવે તંત્ર સાથે મળી બ્રિજ ફરતે ફેન્સીંગ ઊભી કરવાની વ્યવસ્થા નહીં ગોઠવે તો હજુ પણ વધારે દીપડા મોતને ભેટવાની સંભાવના રહેલી છે. આ વિસ્તાર માં ઘણા દિપડાઓ માનવીને નુકસાન પહોંચાડ્યા વિના ફરે છે. ત્યારે આ વિસ્તારમાં વસતા વન્યજીવો ના રક્ષણ હેતુ નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ ખૂબ સકારાત્મક રીતે કામ કરી રહી છે. ટ્રેન અકસ્માતમાં ત્રીજા દીપડાનું મોત નીપજ્યું હોય ફાઉન્ડેશનના સભ્યોએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું. 

ત્રીજો બનાવ હોવા છતાં પણ ડભોઇ વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી છે. આ અંગે તેઓને પૂછતા વન વિભાગ એ જણાવ્યું કે હમારી કચેરી પર અરજી આવશે તો પિંજરા મેકીશું શું ? ત્રણ ત્રણ બનાવો બન્યા પછી પણ અરજીની રાહ ડભોઇ વન વિભાગ ના અધિકારીઓ જોઈ રહ્યા છે. શું અવર નવર આવા મૂંગા જાનવરોનું મોત થતું રહેશે ! કેમ વન વિભાગના અધિકારીઓ અરજીની રાહ જોઈને બેઠા છે કે પછી હજુ બીજા વધુ દીપડાવો મરી જશે ત્યારે જ પિંજરા મૂકવામાં આવશે એવા સવાલો ગ્રામ્ય વિસ્તારના લોકોમો ઉઠી રહ્યા છે. ડભોઇ વનવિભાગની નિષ્કાળજીના કારણે મૂંગા પશુઓના મોત થઈ રહ્યા છે? હવે ધોર નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગશે કે પછી આ રીતે મોત જ થતા રહેશે !! આવી તરહ તરહની ચર્ચાઓ ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાઈ રહેલ છે.

ગામડી ગામ પાસે નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પર ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયું હતું. જે તસવીરમાં નજરે પડે છે. 

તસવીર :- બાલકૃષ્ણ શાહ- ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!