માઈનોર નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડયા હોવાથી હજારો લિટર પાણીનો થઈ રહેલ બગાડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઇ તાલુકાના મોટાહબીપુરા મંડાળા ગામમાંથી પસાર થતી

ડભોઇ તાલુકાના મોટા હબીપુરા થી મંડાળા માઇનોર કેનાલમાં પસાર થતી માઇનોર નર્મદા કેનાલ લીકેજ ના કારણે હજારો લિટર પાણી ખાડીમાં વહી જાય છે.ડભોઇ તાલુકાના મોટા હબીપુરા થી મંડાળા સુધી જતી માઇનોર નર્મદા કેનાલમાં ઠેરઠેર ગાબડા ના કારણે હજારો લિટર પાણી ખાડીમાં વહી જાય છે. આના કારણે છ થી સાત ગામોના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. વહેલી તકે ગાબડા રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ડભોઇ તાલુકાના મોટા હબીપુરા મંડાળા ગામમાંથી પસાર થઈ રહી હતી નર્મદા નિગમની માઇનોર કેનાલમાં ઠેરઠેર ગાબડા પડેલ હોવાથી પાણી લીકેજ થતા ખેતરોમાં પાણી ભરાઇ જતાં મોટા પાયે ખેતીમાં પણનુકસાન થવા પામ્યું છે. નર્મદા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ ની નિષ્કાળજી ને કારણે ખેડૂતોને હર હંમેશા નુકસાન વેઠવા નો વારો આવે છે. ચોમાસા ગયા પછી રીપેરીંગ કામ માટે સરકારમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે. તો પણ રીપેરીંગ કામ થતું ન હોય કેનાલના ગાબડા ના કારણે હજારો લિટર પાણી ખાડીમાં વહી જાય છે અને ખેતરોમાં પાણી પહોંચી જાય છે. પાણી ઘૂસી જવાના કારણે પાકમાં મોટું નુકસાન થઈ શકે તેમ છે. માટે ખેડૂતોમાં ચિંતા નું મોજુ પ્રસરી ગયું છે. ત્યારે વહેલી તકે કેનાલ ના જવાબદાર અધિકારીઓ રીપેર કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!