વિસ્તારમાં ગટરના ઉભરાતા ગંદા પાણી હવે લોકોના ઘર સુધી પહોંચી આવ્યા છે.લોકોને ઘરની બહાર પગ કેમ મુકવો તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે. બીજી બાજુ કચરાના ઢગલા ખડકાઈ ગયા છે. ઘરના બાળકો જે શાળાએ જતા હોય છે તેમને તેમજ વડીલોને પગપાળા ચાલવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક રહેવાસીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ગટરના પાણી ઘણા સમય થી ઉભરાઈ રહ્યા છે. જે અંગે નગરપાલિકામાં અનેક વખત જાણ કરવામાં આવી છે. તેમ છતાં ગટરની સમસ્યાનો નિવારણ કરવા માટે નગરપાલિકા કચેરી તરફથી કોઈ વ્યક્તિ કે કર્મચારી આવ્યા નથી. સાફ સફાઈ ન કરવાના જાણે સમ ખાધા હોય તેમ આ વિસ્તારમાં સાફસફાઈ પણ કરવામાં આવતી નથી. જેથી ઠેર ઠેર કચરાના ઢગલા ખડકેલા દેખાઈ રહ્યા છે.

HMPV વાયરસ ફેલાવવા નો ભય ની સાથે માખી અને મચ્છર જન્ય રોગચાળો ફેલાતો હોય છે ત્યારે આવો રોગચાળો ન ફેલાય તે માટે આમોદ નગરપાલિકાએ સાફ સફાઈ અંગે તકેદારી રાખવાની જરૂરીયાત હોય છે. પરંતુ અહિં તો ઉલ્ટું થઈ રહ્યું છે. અહિં કચરા અને ગંદકીની કાળજી રાખી જાણે રોગચાળાને ખુલ્લું આમંત્રણ અપાતું હોય તેવા દ્રશ્યો સર્જાયો છે. ખરેખર, ગટરના પાણીનો સત્વરે નિરાકરણ કરી અને ગંદકીને સત્વરે સાફસફાઈ કરવામાં આવે તે ઈચ્છનીય છે.

ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ









