ડભોઇ નગરપાલિકાના નવીન બિલ્ડીંગનું 26મી જાન્યુઆરીએ લોકાર્પણ કરાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ડભોઈ નગર પાલિકા ધ્વારા શિનોર ચોકડી પાસે મોહનપાર્ક ની બાજુમા આવેલ પાલિકા ની માલીકી ના પ્લોટ ની જગ્યા મા રાજ્ય સરકાર ની સ્વર્ણીમ જયંતિ ની રૂપિયા 5 કરોડ ની ગ્રાન્ટ માથી અત્યાધુનિક સુવિધા સાથે નુ નવીન બિલ્ડીંગ તૈયાર કરાયુ છે.જેનુ લોકાર્પણ આગામી 25 અને 26 મી જાન્યુઆરી ના ગણતંત્ર દિનની ઉજવણી નિમીત્તે ભાજપાના પદાધિકારીઓ ધ્વારા કરવામા આવશે. ગણતંત્ર દિનની ઉજવણી ની સાથે સાથે ડભોઈ નગર પાલિકા ધ્વારા પાલિકાના નવીન બિલ્ડીંગ નું લોકાર્પણ પણ કરવામાં આવનાર છે. એ જ દિવસે રંગારંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ની ઝાખંઝાળ સાથે કરવામા આવશે. રાજ્ય સરકાર ની સ્વર્ણીમ જયંતિ ની રૂપિયા 5 કરોડ ની ગ્રાંટ ના નાણામાથી ડભોઈ નગર પાલિકા નુ નવીન બિલ્ડીંગ તૈયાર કરાયુ છે.

ડભોઇ નગરપાલિકા ની બિલ્ડીંગ ની આજુ બાજુ કંપાઉન્ડ વોલ અને પાર્કિંગ ની સુવિધા પણ રાખવામાં આવેલ છે. કોપ્યુટર રાઇઝ નગરપાલિકાની કચેરીના કામકાઝ સાથે લીફટ ની સુવિધા પણ કરાઈ છે. નવીન બિલ્ડીંગ નુ કામ હાલ છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે. સુંદર કલર કામના કારણે આ પાલિકાનુ નવીન બિલ્ડીંગ ખુબજ આકર્ષક લાગી રહી છે.ડભોઈ નગર પાલિકા ના સત્તાધીશો ધ્વારા પાલિકા ના તૈયાર થયેલા નવા બિલ્ડીંગ ના લોકાર્પણ ના કાર્યક્રમ અંતરગત તમામ તૈયારીઓ પુરજોશ મા ચાલી રહી છે.હાલ તો નગરપાલિકાના જુના બિલ્ડીંગ થી પાલિકાના તમામ દસ્તાવેજી પુરાવા, કાગળો, ફાઈલો, કોપ્યુટરો સહિત નો સમાન સિફટ થઈરહ્યો છે, જ્યારે નવી બિલ્ડીંગ મા ફર્નીચર પણ નવીન બનાવવામાં આવેલ છે. કોઈ ખામી ના રહી જાય તેનુ પાલિકાના ચીફ ઓફીસર ધ્વારા બરાબર ધ્યાન રખાઈ રહ્યુ છે. ત્યારે હવે આગામી 26 મી જાન્યુઆરી થી લોકાર્પણ બાદ ડભોઈ નગર પાલીકા ની કચેરી શિનોર ચોકડી પાસે આવેલ નવીન બિલ્ડીંગ મા કામકાજ શરુ કરશે.

ડભોઇ નગરપાલિકાના નવા બિલ્ડીંગને આખરીઓપઅપાઈ રહ્યો છે

અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!