અંકલેશ્વર: નેશનલ હાઈવે 48 પર આવેલા ગોડાઉનમાં આગ ફાટી નીકળી, ભીષણ આગનું કારણ અકબંધ, કોઈ જાનહાની નહીં

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં આજે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા,

જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના આઠ જેટલા ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમે લગભગ ત્રણ કલાકની સઘન મહેનત બાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, અને તે અંગે તપાસ ચાલી રહી છે. આ ઘટનાથી સ્ક્રેપ ગોડાઉનમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!