ગળતેશ્વર તાલુકાના અંગાડી ખાતે ગ્રામ પંચાયત કચેરી દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત અંગાડી સ્ટેશન વિસ્તારના તમામ વેપારીઓ ને પોતાની દુકાનની આગળ કચરાપેટી મૂકી કચરો કચરાપેટીમાં નાખવા ના ભાગરૂપે કચરા ની ડોલ નું વિતરણ કરાયું હતું. અંગાડી ગામ પંચાયતના સરપંચ પ્રિયંકાબેન રોહિત ,ડે. સરપંચ કિર્તીસિંહ ચૌહાણ,ઝાકીરભાઈ શેખ,યાસીન શેખ, કાલુખાન મલેક વગેરે મહાનુભવો ના વરદ હસ્તે વેપારીઓ ને ડોલ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દરેક દુકાનદાર ને ડોલ આપવામાં આવી હતી. જે ડોલ દુકાનની આગળ મૂકી કચરો કચરાપેટી માં નાખવા જણાવ્યું હતું.ગ્રામજનો અને વ્યાપારીઓ પોતાની દુકાનની આગળ જ્યાં ત્યાં કચરો નાખી ગંદકી કરતા હોવાથી બજારમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલાઓ એ સામ્રાજ્ય જમાવ્યું હતું.સાથે જ વ્યાપારીઓ પણ પ્લાસ્ટિકના ઝભલા અને બેગ નો વધુ ઉપયોગ કરતા હોવાથી ઠેક ઠેકાણે કચરો જોવા મળે છે આ કચરાનું યોગ્ય નિકાલ થાય તે માટે દરેક દુકાનદારે પોતાની દુકાનની આગળ પ્લાસ્ટિકની ડોલ મૂકી કચરો આ કચરાપેટીમાં નાખવા સરપંચ દ્વારા તમામ વ્યાપારીઓને સૂચના આપવામાં આવી હતી.વધુમાં જાહેરમાં કચરો નાખનાર વેપારી પાસેથી રૂ ૫૦૦ દંડ વસૂલવાની ગર્ભિત ચીમકી પણ આપવામાં આવી હતી. આ તબક્કે કિર્તીસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું કે આપણું ગામ સ્વચ્છ અને સુંદર બની રહે તે માટે આ યોજના અમલ માં મુકવામાં આવેલ છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીની ૧૪૫ મી જન્મ જયંતી એટલે કે બીજી ઓક્ટોબર ૨૦૧૪ ના ના રોજ સ્વચ્છ ભારત અભિયાન નો પ્રારંભ કરાવ્યો હતો ચાલો આપણે સૌ સાથે મળી ગાંધી બાપુના અને ડો. અબ્દુલ કલામ ના સપનાનું ભારત બનાવવા કટિબદ્ધ બનીએ, તેઓ સત્યાગ્રહી હતા આપણે સૌ સ્વચ્છા ગ્રહી બનીને દેશ અને ગામ ને સ્વચ્છ બનાવીએ, મારું ગામ પ્યારું ગામ અને સ્વચ્છ ગામ ના સૂત્રને સાકાર કરીએ તેમ ડે. સરપંચે હાકલ કરી હતી.
યાસીનભાઈ શેખ,અંગાડી
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









