ગલેન્ડા ગ્રામ પંચાયત ને આર્થિક નુકશાન પહોંચાડવા બદલ સરપંચ ને પાણીચુ અપાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકા ની ગ્લેન્ડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ને ટાંકીના કાટમાળમાં ગોબચારી સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીએ પદ ભ્રષ્ટ કરતા પંથકમાં ચકચાર વ્યાપી જવા પામી છે.વાગરા તાલુકા ની ગલેન્ડા ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ સરપંચ પતિ દ્વારા એકબીજાના મેલાપીપળા મા જર્જરિત પાણી ની ટાંકી તોડતા નીકળેલ લોખંડ ના સળિયા તેમજ પાણી ની પાઇપો સહિત નો કાટમાળ ઠરાવ, ટેન્ડર પ્રક્રિયા કે હરાજી વિના નિયમો ને અભરાઈએ ચઢાવી બારોબાર અબ્દુલ અનારસંગ રાજ ને વેચાણ કર્યો હોવાના આક્ષેપો ગલેન્ડા ગામના ફિરોઝ ઉદેસિંહ રાજ દ્વારા કરાયા છે.આ બાબતે તેઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆતો કરી સરપંચ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી માટે માંગણી પણ કરવામાં આવી હતી.ફીરોજ રાજ ની ફરિયાદ સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ ને અંતે સરપંચ ને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.ફીરોજ ઉદેસિંહ રાજ દ્વારા કરાયેલ લેખિત રજુઆત માં જણાવ્યા અનુસાર ગલેન્ડા ગામની જર્જરિત પાણી ની ટાંકી તોડવાની મજૂરી કાટમાળ ની અવેજ માંથી આપવામાં આવી હતી.અને તમામ કામગીરી સપંચના પતિ દ્વારા કરવામાં આવી હતી.સરપંચ પતિએ કાટમાળ વેચેલ છે તેમજ તેમાંથી મજૂરી પેટે પૈસા પણ ચુકવવામાં આવ્યા હતા.વધુમાં ટાંકી નો કાટમાળ સરપંચ અને તેઓના પતિ દ્વારા એકબીજાના મેળાપીપળા માં બારોબાર વેચી મારી ઉપજેલ રકમ આજદિન સુધી ગ્રામ પંચાયત ના સ્વભંડોળ મા જમા કરવાને બદલે પોતાના અંગત હેતુ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેમ રજુઆત કરાઈ હતી.

આમ કરી સરપંચ દ્વારા ગ્રામ પંચાયત તેમજ સરકાર ને આર્થિક નુકશાન પહોંચાડેલ છે.અરજદાર ફીરોજ ઉદેસિંહ રાજ ની ફરિયાદ ને આધારે તપાસ હાથ ધર્યા બાદ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે એ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) હેઠળ ગલેન્ડા ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ ગીતાબેન જ્યંતિભાઇ રાઠોડ ને સરપંચપદે થી દુર કરવાનો હુકમ કર્યો હતો.હાલ ગ્રામપંચાયત નો ચાર્જ ડેપ્યુટી સરપંચ હમીદાબેન યુનુસખાન ને સોંપવામાં આવ્યો છે.અરજદાર ફિરોજ રાજ દ્વારા ગ્રામ પંચાયત પાસે આરટીઆઇ એકટ હેઠળ ગ્રામ પંચાયત માં અરજી કરી પાણી ની ટાંકી વિશે ઠરાવો,મંજૂરીઓ તેમજ કાયદેસર ની કામગીરી વિશે ની માહિતી ની માંગણી પણ કરવામાં આવી હતી.એક લાખ રૂપિયા ની આસપાસ ની કિંમત નો ભંગાર બારોબાર વેચી માર્યા ની ચર્ચાઓ ગલેન્ડા ગામ સહિત પંથકમાં જોરશોર થી ચર્ચાઈ રહી છે.

સરપંચ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ ની માંગ ….!!!

પાણી ની ટાંકી તોડયા બાદ કાટમાળ સરપંચ પતિ દ્વારા નિયમો ને નેવે મૂકી વેચી નાખવા બાબતે ફિરોજ ઉદેસિંહ રાજે સરપંચ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા તલાટી ને લેખિત પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી.તલાટી એ આ બાબતે કોઈ નક્કર પગલાં ન લેતા અરજદારે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી ને આ બાબતે અરજી કરી રજુઆત કરાઈ હતી.પરંતુ આજદિન સુધી પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે.અરજદાર ફીરોજ ઉદેસિંહ રાજે સરપંચ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા કોર્ટ ના દ્વાર ખટખટાવવા ચક્રો ગતિમાન કર્યા છે.

નાયબ કાર્યપાલક ઇજનેર ની તપાસ શંકા ના ઘેરા મા

વાગરા ના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા ગલેન્ડા ગામે રૂબરૂ જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.પરંતુ આ તપાસ સામે પણ શંકા ના વાદળો ઘેરાયા છે.ના.કા.ઈજનેર દ્વારા પંચકેસ માં સાક્ષી તરીકે કાટમાળ વેચનાર સરપંચ પતિ જયંતિ છગન રાઠોડ તેમજ માલ વેચાણ રાખનાર અબ્દુલ અનારસંગ રાજ ના સગાસંબંધીઓ તેમજ તેમના મિત્રો પાસે એક પંચ કેશ કરાવવા મા આવ્યું હતું.જેમાં ટાંકી નું કાટમાળ હોલમાં પડ્યું છે તેમ દર્શાવવામાં આવ્યું હતું.પંચકેસમાં આરોપી તેમજ તેના મિત્રોની સહીઓ લેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે નાયબ કાર્યપાલક ઈજનેર નું કામ વેચાયેલા કાટમાળ ની કિંમત નક્કી કરવાનું અને ટેક્નિકલ તપાસ કરવાનું હતું.પરંતુ તેઓએ આરોપીઓ પાસે પંચકેસ લખાવી તપાસ ને ગેરમાર્ગે દોરી આરોપીઓ ને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.સાથે જ યોગ્ય તપાસ ન કરી ઉપલા અધિકારીઓ ને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.

 

ગલેન્ડા ગ્રામપંચાયત મા હજી પણ સરપંચ પતિ અને તેમના મળતીયાઓ ના ધામા….!!!!

ગલેન્ડા ગામે જર્જરિત ટાંકી તોડી પાડ્યા બાદ તેના કાટમાળ ના ગેરકાયદે વેચાણ માં સંડોવાયેલા સરપંચ પતિ અને તેમના માળતીયાઓ ની ટુકડી આજે પણ નિર્લજ્જ થઈ ગ્રામ પંચાયત પર અડિંગો જમાવી ને બેસતી હોવાની માહિતી સત્તાવાર સૂત્રો થકી પ્રાપ્ત થઈ છે.ગ્રામ પંચાયત ને લગતા કામો અર્થે ગ્રામપંચાયત દફતરે આવતા સામાન્ય નાગરિકો આ મંડળી ની હાજરી ને કારણે ખચકાટ અનુભવી રહ્યા છે. ગ્રામ પંચાયત ખાતે આવતા દરેક લોકો ઉપર આ ગેરકાયદે મંડળી બાજ નજર રાખી રહી છે.તલાટી ને કોણ મળવા આવે છે ને શુ વાત કરે છે તેના પર પણ ચાંપતી નજર રાખવામાં આવતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.ત્યારે સરપંચ આણી મંડળી આ બધું કરી ને શુ કરવા માંગે છે તે પણ તપાસ નો વિષય છે.જેમના કારણે સરપંચ ને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા તે સરપંચ પતિ તેઓ વિરુદ્ધ ના પુરાવા નષ્ટ કરવાની પેરવી માં પંચાયત કાર્યાલય પર ધામા નાંખી ને નથી બેઠા ને જેવા અનેક સવાલો જાગૃત નગરિકોમાંથી ઉઠવા પામ્યા છે.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!