અરગામા સ્થિત નેરોલેક કંપની દ્વારા પ્લાસ્ટિકના કચરા નો સફાયો કરવા અંગેની મુહિમ ચલાવવામાં આવી હતી.કામદારોમાં જાગૃતિ લાવવા સાથે પ્લાસ્ટિક ગમે ત્યાં નહિ ફેંકવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.

વિશ્વભરમાં પોલ્યુશન અંગે ચિંતા કરવા સાથે તેને ઓછું કઈ રીતે કરવુ એ માટેની ચળવળ ચલાવવામાં આવી રહી છે.આ વિષય ને ગંભીરતા થી લેતા ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન ડ્રાઇવ રાખવામાં આવી હતી.જે અંતર્ગત અરગામા સ્થિત કંસાઈ નેરોલેક પેન્ટ્સ દ્વારા પ્લાસ્ટિક પોલ્યુશન ન થાય તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.ખાસ કરીને પ્લાસ્ટિક પોલ્યુશન દૂર કરવા કામદારો પાસે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

સાથે કંપની આસપાસમાં પ્લાસ્ટિક ના કચરાને કામદારોએ એકત્ર કરી સફાઈ કામગીરી કરી હતી.આ પ્રસંગે યુનિટ હેડ રાજેશ પટેલે કામદારોને જણાવ્યુ હતુ કે આપણે પ્રદુષણ મુક્ત વાતાવરણ બનાવવા આપણા મગજ માં રહેલા કચરા ને દૂર કરવો પડશે.જો આમ કરવામાં આપણે સફળ રહીશું તો પ્લાસ્ટિક પોલ્યુશન ને દૂર કરવામાં સરળતા રહેશે.પ્લાસ્ટિક ના કચરાને દૂર કરવા કંપનીના ઉચ્ચ અધિકારીઓ સહિત કંપની કામદારો જોડાયા હતા.
સૈયદ અમજદ(બાપુ)









