મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કારકિર્દી અંગે જાગૃતિ ફેલાવવા માટે અલનુર વેલ્ફેર ટ્રસ્ટ ખંભાત ના ઉપક્રમે કદમે રસુલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો.

સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે અશદ સૈયદ અને ઇબ્રાહિમ બાવાણી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરા ના પ્રિન્સિપાલ ખેરાણી ઉસ્માન હાજર રહ્યા હતા. આ પ્રસંગે અનેક વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અશદ સૈયદે ધો-૧૦ અને ૧૨ બાદ ઉપલબ્ધ અભ્યાસક્રમો, નોકરીની તકો, પ્રવેશ પરીક્ષાઓ તથા ઓપન યુનિવર્સિટી વિષે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરળ અને સ્પષ્ટ માહિતી પીરસી હતી. તેમણે વિદ્યાર્થીઓ ને તેમની રસ,રુચિ અને ક્ષમતા અનુસાર યોગ્ય કોર્સ પસંદ કરવાની મહત્વતા પણ સમજાવી હતી.પ્રિન્સિપાલ ખેરાણી ઉસ્માને ટેક્નિકલ કોર્સ, એપરેન્ટીસ અને પ્લેસમેન્ટ અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડયુવહતું.તેઓ એ ખાસ કરીનેઇબ્રાહિમ બાવાણી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ માં ઉપલબ્ધ કોર્સોની વિગતો આપી શિક્ષણની સાથે હુનર અને કુશળતા વિકાસ પર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમના અંતે અલનુર વેલ્ફેર ટ્રસ્ટ તરફથી તમામ વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી કે જો તેઓ ને શિક્ષણ કે કારકિર્દી સંબંધિત કોઈ પ્રશ્નો હોય તો દરરોજ સાંજે ૬ થી ૭ વાગ્યા વચ્ચે ટ્રસ્ટની ઓફિસ ખાતે સંપર્ક કરી શકે છે.અલનુર વેલ્ફેર ટ્રસ્ટ, ખંભાત દ્વારા યોજાયેલ કાર્યક્રમનું સંચાલન સામાજિક કાર્યકર જાનીસાર શેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
સૈયદ અમજદ(બાપુ)









