નિટ પરીક્ષા કેન્દ્રોની ફરતે વિવિધ પ્રતિબંધો ફરમાવતું ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ નું જાહેરનામું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આગામી તારીખ-૪ મેં નાં રોજ NEET-૨૦૨૫ની પરીક્ષા જિલ્લાના ૪ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય અને પરીક્ષાર્થીઓ ભયમુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થીઓ તેમજ નિયુકત અધિકૃત વ્યકિતઓ સિવાયની કોઈપણ વ્યકિત કે વ્યકિતઓના સમૂહના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે.

 

અને પરીક્ષા દરમ્યાન તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં આવેલ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

વધુમાં,પરિક્ષા ના દિવસે સવારના ૮ કલાક થી સાંજનાં ૮ કલાક સુધી મનસ્વી રીતે લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ બેફામ રીતે મોટા અવાજે વગાડવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામું ભરૂચ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેર કર્યું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!