વાગરા: સરકાર હજરત આમન શહીદ બુખારીની દરગાહ સરીફ પર સદલ શરીફની વિધિ સાદગી પૂર્વક સંપન્ન કરાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા-ઓરા માર્ગ ઉપર આવેલ સરકાર હજરત આમન શહીદ બુખારીની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

ઉર્સ નિમિત્તે દરગાહ શરીફને ઝાકમઝોર રોશનીથી શણગારવામાં આવી હતી. દરગાહ શરીફના મઝાર શરીફ ઉપર સંદલ ચઢાવી ફાતેહા ખ્વાની અને સલાતો સલામનો ઝિક્ર કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન અમન અને સુકુન માટેની વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી. દર વર્ષે ઈસ્લામિક શાબાન મહિનાના 17માં ચાંદે કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉર્સ મનાવવામાં આવે છે. સૈયદ લુકમાન અલી બાપુના હસ્તે સંદલ શરીફ પેસ કરવામાં આવ્યું હતું. સરકાર આમન શહીદ બુખારીના આસ્થાના પર વાગરા સહિત તાલુકાના દરેક ધર્મના અકિડતમંદો સામેલ થયા હતા. આજે ઊર્સની ઉજવણી દરમિયાન ન્યાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રામજનોના સંયુક્ત સહયોગથી દરગાહના પટાંગણમાં આમ નીયાઝનું આયોજન કરાયું હતું. દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતાં અને નિયાજનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ગામના નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

સદ્દામ બી. ભટ્ટી વાગરા

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!