ભરૂચ ના સાંસદ તેમજ જંબુસર ના ધારાસભ્ય દ્વારા વિસ્તારના રોડ-રસ્તા તેમજ પુલો ની સમસ્યા બાબતે નિતીન ગડકરી ને રજુઆત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ જંબુસર ના ધારાસભ્ય દેવકિશોર સ્વામી એ તેઓના વિસ્તાર ના માર્ગો તેમજ પુલો ની હાલત વિશે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ને નવી દિલ્લી ખાતે રૂબરૂ મળી રજુઆત કરી હતી.

આ અંગે જંબુસર ના એમ એલ એ ડી.કે.સ્વામી એ ફેસબુક પ્લેટફોર્મ પર ફોટા સાથે પોષ્ટ પણ કરવામાં આવી છે.જે અનુસાર નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરી સાથે ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવા સાથે જંબુસર ના ધારાસભ્ય ડી.કે સ્વામી એ પણ તેઓ ના વિસ્તારના જંબુસર થી ભરૂચ સુધીના નેશનલ હાઇવે પર આવેલા નાહિયેર ખાડી,તણછા ખાડી કેલોદ ભુખી મંદિર પાસે ની ખાડી તેમજ અન્ય નાના બ્રિજોને ધ્યાનમાં રાખી રજૂઆત કરવામાં આવી હતી.સાથે જ જંબુસર થી ભરૂચ સુધીના માર્ગને ફોરલેન કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી.વધુમાં આમોદ ચાર રસ્તા પાસે ના ૫૦૦ મીટર ના અત્યંત બિસ્માર રોડ બાબતે પણ રજુઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા મા આવેલા તમામ રાષ્ટ્રીય માર્ગો પર આવેલા જર્જરિત હાલતમાં ફેરવાયેલા બ્રીજો વિશે તેમજ એક્સપ્રેસ હાઇવે NE4 પર દયાદરા ખાતે એન્ટ્રી તથા એક્સિટ પોઈન્ટ આપવા બાબત ખાસ રજુઆત કરવામાં આવી હતી.NE4 પર પાદરા તથા અન્ય ટોલ ટેક્ષ માટે લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.મંત્રીશ્રી દ્વારા વિભાગના અધિકારીઓને બોલાવી મળેલ રજુઆત સંદર્ભે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!