અંકલેશ્વર ખાતે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ એ DGVCL ની નવનિર્મિત કચેરીઓ નું લોકાર્પણ કર્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી ડી.જી.વી.સી.એલ કંમ્પાઉન્ડ ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ના વરદ્હસ્તે ડીજીવીસીએલ ની નવનિર્મિત કચેરીઓનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી, ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી, શહેર પેટા વિભાગીય કચેરી,પૂર્વ પેટા વિભાગીય કચેરી ના નવનિર્મિત ઔદ્યોગિક વિભાગીય કચેરીનું મંત્રી કનુભાઈ દેસાઈ અને અન્ય મહાનુભાવોએ રિબિન કાપીને લોકાર્પણ કર્યું હતુ. સાથે જ નવનિર્મિત મકાનની વિવિધ સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. કાર્યક્રમના સ્થળેથી પેટા વિભાગીય કચેરી- પાલેજનું નવનિર્મિત મકાનનું રિમોટ દ્વારા ઈ-લોકાર્પણ પણ કર્યું હતું.

આ તબકકે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે ગુજરાતમાં લોકોને સારી સુવિઘા મળે તે હેતુથી ગુજરાત વિદ્યુત બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવતા ગુજરાતમાં ચાર વીજ વિતરણ કંપનીઓ અસ્તિત્વમાં આવી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારના પાવર મંત્રાલય દ્વારા દેશની જુદી – જુદી ૪૨ સરકારી વીજ વિતરણ કંપનીઓમાં સર્વે કરવામાં આવ્યો હતો.આ સર્વેમાં ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીને A+ રેટિંગ મળ્યો છે અને તેમાં પણ DGVCL પ્રથમ ક્રમે છે.DGVCL ને છેલ્લા બે દાયકામાં ૪ જેટલા રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ્ઝ મળેલ છે એટલુ જ નહીં પરંતુ વર્ષ ૨૦૧૩ થી સતત A, રેટિંગ મેળવીને ભારતની અગ્રગણ્ય વીજ વિતરણ કંપની તરીકે પોતાને પ્રસ્થાપિત કરી છે જે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ઈજનેરોને અને કર્મચારીઓને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.આગામી દિવસોમાં ગુજરાતના વીજ વપરાશકારોને વધુ સારી સગવડો અને સેવાઓ આપવામાં સતત પ્રયત્નશીલ રહેવા વિજતંત્ર ને અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભાડાના મકાનમાં કાર્યરત એવી અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરીનું રૂ ૬ કરોડ ૬૯ લાખના ખર્ચે અદ્યતન નવીન ઓફિસનું નિર્માણ કરવામાં આવતા અંકલેશ્વર GIDC વિસ્તાર તેમજ ઝગડીયા GIDC વિસ્તાર, પાનોલી GIDC વિસ્તાર તથા અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને અદ્યતન સુખ સુવિધા વાળી ઓફિસ અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે.

સાથે પાલેજ પેટા વિભાગીય કચેરીનું રૂ ૧ કરોડ ૮૧ લાખના ખર્ચે નવી ઓફિસનું નિર્માણ કરાયું છે જે ભરૂચ આમોદ તથા કરજણ તાલુકાના વીજગ્રાહકો ને અદ્યતન સુવિધા વાળી ઓફિસ અને વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ પ્રાપ્ત થશે.અંતે તેમણે કહ્યું હતું કે, ભરૂચ જિલ્લાની વાત કરીએ તો વર્ષ ૨૦૦૨માં ૨૩ સબ સ્ટેશનો હતા જે હાલ વધીને ૭૪ સબ સ્ટેશનો થયા છે લોકોની સુખાકારી માટે છેલ્લા ૨૦ વર્ષમાં ૫૧ નવીન સબસ્ટેશનો બનાવવામાં આવેલ છે અને આગામી બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં નવા ૧૧ સબસ્ટેશનો બનાવવાનું આયોજન છે આ આયોજન થકી ૬૬ કેવી ફુલવાડી ૬૬ કેવી ગોવાલી ૬૬ કેવી સોડગામ ૬૬ કેવી તણછા ૬૬ કેવી દીવી ૬૬ કેવી સાયખા ૩, ૬૬ કેવી ચાવજ ૬૬ કેવી પાનોલી સી ૬૬ કેવી વેડચ ૬૬ કેવી કાપોદ્રા ૬૬ કેવી આછોદ સબસ્ટેશનો બનતા તેનો લાભ જિલ્લાના નાગરિકોને થવાનો છે.આ તબક્કે, ડી.જી.વી.સી.એલ કંપની લિમિટેડ કોર્પોરેટ કચેરી સુરત મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધદન કરતા જણાવ્યું હતું.

કે, ભારત સરકાર દ્વારા વીજ ક્ષેત્રના આધુનિકીકરણ અને સુદ્રઢિકરણ માટે રીવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અંતર્ગત ભારતના પ્રથમ રાજય તરીકે ગુજરાત (RDSS) સરકારને ફાળવવામાં આવેલ નાણાં પૈકી કુલ રૂ. ૪૧૨૦ ૬૭ કરોડ રૂપિયા DGVCL ને ફાળવવામાં આવ્યા છે, જે પૈકી ભરૂચ જિલ્લા માટે કુલ રૂ ૧૭૫ કરોડ ફાળવવામાં આવતા ભરૂચ જિલ્લામાં વીજ માળખાના આધુનિકરણ અને સુદ્રઢિકરણ માટેની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિવિધ વીજ માળખાના આધુનિકરણ સાથે આપણે લોકોને પણ તત્વરિત સેવા આપવા તત્પર રહેવું પડશે. કોઈ પણ અસુવિધા સામે શોર્ટ ટાઈમ સોલ્યુશન સાથે કામગીરી કરવાની તેમણે ડી.જી.વી.સી.એલના કર્મચારીઓને હિમાયત કરી હતી.

સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!